ગુજરાત/ લવજેહાદ કાયદા મુદ્દે સુપ્રીમમાં જશે રાજ્ય સરકાર : પ્રદીપસિંહ જાડેજા

લવજેહાદના કાયદા ઉપર હાઈકોર્ટે કેટલીક કલમ પર રોક લગાવી છે. તો સાથે સ્ટે હટાવવાની અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જેને લઇ રાજ્ય ગૃહ મંત્રી દ્વારા આ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જણાવ્યું છે.

Top Stories Gujarat Others
લવજેહાદ કાયદા મુદ્દે સુપ્રીમમાં જશે રાજ્ય સરકાર : પ્રદીપસિંહ જાડેજા

રાજ્યમાં લવજેહાદ કાયદા મુદ્દે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લવજેહાદના કાયદા અંગે આપેલા સ્ટેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લવજેહાદના કાયદા ઉપર હાઈકોર્ટે કેટલીક કલમ પર રોક લગાવી છે. તો સાથે સ્ટે હટાવવાની અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જેને લઇ રાજ્ય ગૃહ મંત્રી દ્વારા આ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કાયદો પોલિટિકલ એજન્ડા નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,  નામ બદલી – અટક બદલી – હાથે નાડાછડી બાંધી, હિંદુ ધર્મના પ્રતિકોનો ખોટો દુરુપયોગ કરી, ખોટી લાલચો આપી, છેતરીને બહેન – દીકરીઓને લગ્ન કરવા ફસાવવાના હીન પ્રયાસને રાજય સરકાર સાંખી લેશે નહિ.  ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવાના મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, લવજેહાદ એક્ટની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. અને સેક્સન 5 પર કરેલા હુકમ મુદ્દે સ્ટેની સરકારની માંગને હાઇકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે ઓર્ડરમાં સુધારો કરવાનો ઈન્કાર કર્યો અને જણાવ્યું હતું કે, સેક્સન 5  યથાવત રહેશે યથાવત રહેશે.

અત્રે નોધનીય છે કે, લગ્નના હેતુ માટે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટની કલમો 3, 4, 4A થી 4C, 5, 6, 6A ની કલમો મુજબ લવ જેહાદનો કાયદાની અમલવારી થઈ રહી છે, જેમાંથી સેક્સન 5 ને લગ્ન સાથે કોઈ લેવા-દેવા નથી તેવી રજૂઆત કરી  એડવોકેટ જનરલ દ્વારા લવ જેહાદની આ કલમ પર સ્ટે હટાવવા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી જેનો કોર્ટ સાફ ઈન્કાર કરી કલમ 5 ઉપર સ્ટે રાખવાની માંગ માન્ય રાખી નથી

આપવીતી / અફઘાનિસ્તાનથી પરત આવેલા ગુજરાતીએ કહ્યું, અમેરિકન આર્મીએ સતત અમારી સુરક્ષા કરી હતી.

Communication /  અહીં જેલમાં કેદીઓને અપાય છે ફોન સુવિધા …

વિશ્લેષણ / વિવાદ નવજોત સિધ્ધુનો કેડો છોડતો નથી!!!

અજબ પ્રેમ કી ગજબ કહાની .! / મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

આતંકવાદીઓની દયા પર / તાલિબાને કરઝાઈ અને અબ્દુલ્લા-અબ્દુલ્લાને નજરકેદ કર્યા