Ahmedabad News: અમદાવાદના એરપોર્ટ રોડ પર 27 નવેમ્બરની વહેલી સવારે અંદાજે 3 વાગ્યે ગંભીર અકસ્માત સર્જાયો (Ahmedabad Airport Accident) હતો. સ્કોડા કાર રેલિંગ સાથે અથડાઈને પલટી ખાઈ જતાં 32 વર્ષીય મયુર આઝાદ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. વિદેશ જવા નીકળેલા મિત્ર યશને એરપોર્ટ મૂકવા જઈ રહેલા મિત્રો સાથે આ અકસ્માત થયો હતો. કાર યશ ચલાવી રહ્યો હતો અને અકસ્માત બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
Ahmedabad Airport Accident: કાબૂ ગુમાવતા કાર પલટી, મયુર રાઠોડનું મોત
ચાંદખેડાના રહેવાસી યશને વિદેશ જવાનું હોવાથી તે પોતાના મિત્રો સાથે એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્કોડા કારનું સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રેલિંગ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 32 વર્ષીય મયુર આઝાદ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત, કારચાલક ફરાર
અકસ્માતમાં કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા (Road Accident Gujarat) હતા. કાર ચલાવી રહેલો યશ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ભાવનગર જતાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત: કાર પલટી જતાં 2નાં કરુણ મોત
આ પણ વાંચો: વિરમગામ-બેચરાજી રોડ પર જાનૈયાઓની સ્કોર્પિયો કાર પલટી, 3 મુસાફરો ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: વડોદરા NH-48 પર કેમિકલ લીકેજથી ભારે અફરાતફરી, એક કાર પલટી, 5 કિમીથી વધુ ટ્રાફિક જામ
