aahmedabad/ અમદાવાદ: માઉન્ટ કાર્મેલ  શાળા બિલ્ડીંગને  લઇ મોટો વિવાદ, સંચાલકોની દાનત બગડી હોવાનો વાલીઓનો આક્ષેપ 

અમદાવાદની માઉન્ટ કાર્મેલ શાળાનું સ્થળ બદલાવાના સમાચારને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો. બિલ્ડીંગ જર્જરીત થતા શાળાનું સ્થાન બદલવાનો સંચાલકોનો નિર્ણય.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 08T165005.057 અમદાવાદ: માઉન્ટ કાર્મેલ  શાળા બિલ્ડીંગને  લઇ મોટો વિવાદ, સંચાલકોની દાનત બગડી હોવાનો વાલીઓનો આક્ષેપ 

અમદાવાદની માઉન્ટ કાર્મેલ શાળાને લઈને વિવાદ જોવા મળ્યો. માઉન્ટ કાર્મેલ શાળા બિલ્ડીંગ જર્જરીત હોવાથી શાળાનું સ્થળ બદલાવાના સમાચાર મીડિયામાં જોવા મળ્યા. શહેરની મધ્યમાં આવેલ શાળાનું બિલ્ડીંગ અન્ય સ્થાન પર ખસેડવાની સંભાવનાને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો. વાલીઓ આ મામલે સંચાલકોને આક્ષેપ કરી રહ્યા છે કે શાળા પ્રાઈમ લોકેશન પર હોવાથી જાણી જોઈને તેને બંધ કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે. સંચાલકો દ્વારા શાળા બિલ્ડિંગને લઈને સ્પષ્ટતા ન કરાતા વાલી રોષે ભરાયા છે.

અમદાવાદની શાળાઓમાં અત્યારે શૈક્ષણિક કાર્ય ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. કેટલીક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે આશ્રમ રોડ પર આવેલ અંગ્રેજી મીડિયમની વધુ જાણીતી શાળા માઉન્ટ કાર્મેલ વિવાદમાં ફસાઈ છે. એવા સમાચાર આવ્યા છે કે આ શાળા અન્યત્ર ખસેડવામાં આવી રહી છે. આ મામલાનો વાલીઓ દ્વારા ઉગ્રપણે વિરોધ કરાયો છે. સંચાલકો વાલીઓને શાળા બદલવા મનાવાઇ રહ્યા છે જ્યારે વાલીઓ શાળા શહેરના પોશ વિસ્તારમાં હોવાથી સંચાલકોની દાનત બગડી હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

માઉન્ટ કાર્મેલ શાળાનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાથી શાળાનું સ્થળ બદલવા માટેની અરજી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ છે. એક અધિકારીઓ પોતાનું નામ ના આપવાની શરતે જણાવ્યું કે આ મામલે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. કારણ કે આ મામલે શિક્ષણ વિભાગ સાથે ચર્ચા-પરામર્શ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. સૌ પ્રથમ તો વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે ખરેખર શાળાનું બિલ્ડીંગ જર્જરીત છે અને એ પણ તપાસ થશે કે શાળાનું સ્ટ્રક્ચર વિદ્યાર્થીઓ માટે કેટલું જોખમ છે.

નોંધનીય છે કે હાલમાં અસુવિધા અને વિવિધ ગેરરીતિ સહિતના મુદ્દાઓને લઈને અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવામાં આવી છે. આ શાળાઓ સામે જિલ્લા શિક્ષણા અધિકારીને ફરિયાદ મળ્યા બાદ તપાસ કરતા આ નિર્ણય લેવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ માઉન્ટ કાર્મેલ શાળના વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંપા પેઠી છે કે એકબાજુ સંચાલકો શાળાનું બિલ્ડીંગ ક્યાં ખસેડવામાં આવશે તેમજ આમ કર્યા બાદ ફી માં કોઈ વધારો થશે કે કેમ તેવા મહત્વના મામલાઓ પર કોઈ સ્પષ્ટતા કરી નથી. માઉન્ટ કાર્મેલ શાળા બંધ થશે કે પછી અન્ય સ્થાન પર લઈ જવાશે તે મામલો હજુ અસ્પષ્ટ છે. આ મામલે વાલીઓ અને સંચાલકોની શાળા બદલવાને લઇને બેઠક થશે તેમાં તમામ બાબતો નક્કી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો : Gujarat/ગુજરાતની યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ સરળતાથી શીખશે વિદેશી ભાષા, PM મોદીની ટકોર બાદ શરૂ કરાયા કોર્ષ