Ahmedabad/ મનપામાં કોંગ્રેસનો વંશવાદ, કોર્પોરેટર અને MLAના પુત્રોને આપી ટિકિટ

મનપામાં કોંગ્રેસનો વંશવાદ, કોર્પોરેટર અને MLAના પુત્રોને આપી ટિકિટ

Top Stories Ahmedabad Gujarat
corona 7 મનપામાં કોંગ્રેસનો વંશવાદ, કોર્પોરેટર અને MLAના પુત્રોને આપી ટિકિટ

અમદાવાદ મનપામાં  કોંગ્રેસમાં 2015માં જીતેલા 49માંથી 28ને રીપિટ કરવામાં આવ્યા છે અને 21ની ટિકિટ કપાઇ છે. 4 કોર્પોરેટરને જૂની બેઠકના સ્થાને અન્ય બેઠક પર ટિકિટ ફાળવવામાં આવી છે. બે સિનિયર કોર્પોરેટરે નિવૃત્તિ લેતા તેમના સ્થાને તેમના બે પુત્રોને ટિકિટ આપવામાં આવી છે.

દીવ / દારૂની દુકાનો માટે નિયમો કડક બનાવાયા, 40 જેટલા શોપ માલિકોને પડશે ફટકો

MLA લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાડને લાંભાથી કોંગ્રેસ ટિકિટ આપી છે. લાખા ભરવાડે પુત્રને ટિકિટ માટે જીદ કરી હતી. કોંગ્રેસ MLAના પુત્ર લાંભા વોર્ડથી ચૂંટણી  લડશે. 3 કોર્પોરેટરોના પુત્રોને પણ કોંગ્રેસે ટિકિટ  આપી છે. જેમાં તૌફિકખાનના પુત્ર જુલ્ફીખાન ગોમતીપુરથી લડશે. સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષી દરિયાપુરથી લડશે, તો બળદેવ દેસાઈના પુત્ર વિજય દેસાઈને પણ ટિકિટ  આપી છે. જે અમરાઈવાડી વોર્ડમાંથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંભા વોર્ડમાંથી કોંગ્રેસના આગેવાને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. લાંભામાંથી કાળુ ભરવાડને ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં

Election / જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ