Not Set/ શિક્ષણમંત્રીની તબિયત બગડી, ભૂપેન્દ્રસિંહને યુ.એન.મહેતા હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અચાનક તબીયત લથડતા  યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અચાનક ઝાડા ઉલ્ટી થવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદ આવી રહ્યા ત્યારે ફ્રૂડ પ્રોઈઝન થયું હતું. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને ઝાડા ઉલટી સહિત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધી જવાના કારણે સારવાર માટે પહેલા તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં […]

Top Stories Ahmedabad Gujarat Trending
dsa 3 શિક્ષણમંત્રીની તબિયત બગડી, ભૂપેન્દ્રસિંહને યુ.એન.મહેતા હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અચાનક તબીયત લથડતા  યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અચાનક ઝાડા ઉલ્ટી થવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદ આવી રહ્યા ત્યારે ફ્રૂડ પ્રોઈઝન થયું હતું.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને ઝાડા ઉલટી સહિત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધી જવાના કારણે સારવાર માટે પહેલા તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લી છ ટર્મથી ધારાસભ્ય પદે રહ્યા છે, આ સિવાય તેઓ ૧૯૮૧ થી ૧૯૮૩ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને ૧૯૮૪ થી ૧૯૮૬ સુધી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી માત્ર ૩૨૭ મતે વિજય થયો હતો.