અમદાવાદ/ વિરમગામમાં વિદેશી દારૂની થતી હતી હેરાફેરી અને LCB પોલીસે પાડી રેડ

ઝડપાયેલા આરોપીઓ ગોસી, ધવલ ઉર્ફે જીગર ચૌહાણ, અને મુકેશ માળીની ધરપકડ કરી સ્થળ પરથી રૂપિયા 30.22 લાખના વિદેશી દારૂ અને 11 વાહનો સહિત પોલીસે કુલ 67.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Ahmedabad Gujarat
દારૂ

(વિશાલ મહેતા, અમદાવાદ) એક તરફ રથયાત્રાના ઐતિહાસિક તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વિરમગામમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપીને સપાટો બોલાવી દીધો છે.

દારૂ

મળતી વિગત અનુસાર વિરમગામ વિસ્તારના ભાવડા ગામની સીમમાં સરકારી ખરાબાની જગ્યા પર વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની માહિતી મળતા એલસીબી નો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શનિવારની મોડી રાત્રે એલસીબી પીઆઇ વાળા સહિત તેમની ટીમ દ્વારા વિસ્તારને કોર્ડન કરીને દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપી ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ગોસી, ધવલ ઉર્ફે જીગર ચૌહાણ, અને મુકેશ માળીની ધરપકડ કરી સ્થળ પરથી રૂપિયા 30.22 લાખના વિદેશી દારૂ અને 11 વાહનો સહિત પોલીસે કુલ 67.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રામ્ય એલસીબી તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશી દારૂનો આ જથ્થો હરિયાણા તરફથી લાવવામાં આવતો હતો. જે બાબતે તપાસ કરતા હરિયાણાના રોહતક ખાતે વિક્કી, ગોપાલસિંહ સોલંકી (મુનિમ), નરેશ ગોસ્વામી, દશરથ ઊર્ફે DK સહિત વાહન લઈને દારૂ ભરવા આવેલા 15 ડ્રાઈવર્સ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ્ય એલસીબીએ દારૂની હેરાફેરી નું કૌભાંડ છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતું અને તેમાં કોણ કોણ સામેલ છે તે જાણવા માટે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓના કોર્ટમાં રિમાન્ડ મેળવી હકીકત ના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં રિમાન્ડ દરમિયાન દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા પોલીસ દર્શાવી રહી છે.

દારૂ

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ