દિપડાના હુમલાના સમાચાર અવારનવાર આવતાં હોય છે અમરેલીના સવાર કુંડલાના વીજપડી ગામના લાલજીભાઇનામના વ્યક્તિ બપોરના સમયે પોતાના ખેતરમાં હતા. ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. છાતી અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. પુત્ર પિતા માટે બપોરે ટિફિન લઈનો આવતો હતો. ત્યારે આ ઘટના ઘટીત થઇ હતી પુત્ર પરત આવતાં પિતાને લોહીલુહાણ જોઈ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું
પિતા પુત્ર ખેતરમાં કામ કરતા હતા. ત્યારે ઘટનાના થોડી કલાકો પેહલા ઢોરના અવાજથી લાલજીભાઈએ દીપડો આવ્યો એવી વાત કરી હતી. પુત્ર ઘરે ટિફિન લેવા ગયો ત્યારે દીપડાએ લાલજીભાઈનો ભોગ લઇ લીધો હતો. દીપડાના હુમલાની વાત અને લાલજીભાઈના મૃત્યુની વાતને લઇ ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી ગામજનોમાં દહેશત પણ ફેલાઇ ગઇ છે
