Ahmedabad Airport/ અમદાવાદમાં ATS અધિકારીની ઓળખ આપી લાખો રૂપિયાના સોનાના થઈ લૂંટ

અમદાવાદ એરપોર્ટ પર અપહરણ અને લૂંટનો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સમાં બે લોકોએ એરપોર્ટ પર ATS અધિકારી હોવાની ઓળખ આપી તપાસના બહાને લાખો સોનાના રૂપિયાની લૂંટ કરી.

Gujarat
ahd airport 2005 d અમદાવાદમાં ATS અધિકારીની ઓળખ આપી લાખો રૂપિયાના સોનાના થઈ લૂંટ

અમદાવાદ શહેર વિકસિત થવા સાથે ગુનાહીત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. લૂંટ અને હત્યાનો બનાવો વધવા સાથે છેતરપિંડીના બનાવો પણ વધ્યા છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પર અપહરણ અને લૂંટનો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સમાં બે લોકોએ એરપોર્ટ પર ATS અધિકારી હોવાની ઓળખ આપી તપાસના બહાને લાખો સોનાના રૂપિયાની લૂંટ કરી.

એરપોર્ટ પર સોનાની લૂંટને અંજામ આપવા બે લોકો નકલી અધિકારી બન્યા. ATSના અધિકારીની ઓળખ આપી આ બંને લોકોએ 50 લાખની કિંમતના 850 ગ્રામ સોનાની લૂંટ કરી. આ મામલે એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. છે. ગૃહવિભાગ દ્વારા આંતકી પ્રવૃત્તિને રોકવા તેમજ સ્પેશિયલ ઓપરેશન માટે એટીએસની રચના કરવામાં આવી છે. ત્યારે લોકો લૂંટ જેવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા નકલી એટીએસ અધિકારી બની કારસ્તાન કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર નકલી એટીએસ અધિકારી બની સોનાની લૂંટ થયા મામલે સંભવત મુંબઈને ગેંગ દ્વારા દાણચોરી થતી હોવાની શંકા છે. અન્ય એક કેસની અરજીમાં ગુનાની તપાસ દરમ્યાન એરપોર્ટ પરથી સોનાની દાણચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ગોલ્ડ સ્મગલિંગમાં તોડ કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર મામલાની હકીકતની ચકાસણી કરવા ગુજરાત પોલીસે તપાસના આદેશ આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં ATS અધિકારીની ઓળખ આપી લાખો રૂપિયાના સોનાના થઈ લૂંટ


આ પણ વાંચો : KissanSammannidhi/ કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે દિવાળી ભેટ

આ પણ વાંચો : Earthquake/ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર મપાઈ આટલી તીવ્રતા

આ પણ વાંચો : Javed Akhtar/ લો, હવે ગીતકાર જાવેદ અખ્તરે પણ લગાવ્યો જય શ્રીરામનો નારો