Not Set/ અમદાવાદ હિટ એન્ડ રન કેસ/ વિસ્મય શાહની સજા માફી પર આજે ચુકાદો

વર્ષ 2013નો અમદાવાદનો બહુચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. અમદાવાદનાં બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટનાં ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. ટ્રાયલ કોર્ટે વિસ્મય શાહને પાંચ વર્ષની કેદ આપી હતી. ઉલ્લેખનીય છે […]

Top Stories Ahmedabad Gujarat
Vismay Shah convicted અમદાવાદ હિટ એન્ડ રન કેસ/ વિસ્મય શાહની સજા માફી પર આજે ચુકાદો

વર્ષ 2013નો અમદાવાદનો બહુચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. અમદાવાદનાં બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટનાં ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. ટ્રાયલ કોર્ટે વિસ્મય શાહને પાંચ વર્ષની કેદ આપી હતી.

Vishmay Shah અમદાવાદ હિટ એન્ડ રન કેસ/ વિસ્મય શાહની સજા માફી પર આજે ચુકાદો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં શહેરનાં જજીસ બંગલો રોડ ઉપર વિસ્મય શાહે પોતાની બીએમડબલ્યુ કારથી હિટ એન્ડ રન કરી બાઈક સવારને અડફેટે લીધો હતો. જેમા બે યુવકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેણે પણ આ વીડિયો જોયો હતો તે દરેક ચોંકી ગયા હતા.

BMW અમદાવાદ હિટ એન્ડ રન કેસ/ વિસ્મય શાહની સજા માફી પર આજે ચુકાદો

અમદાવાદમાં બનેલી આ ઘટનાએ બે બાઇક સવારને અડફેટે લીધા હતા. આ બન્ને બાઇક સવાર રાહુલ અને શિવમે આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ ગાડીમાં બેઠેલો વિસ્મય શાહ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ વિસ્મય વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.