Ahmedabad/ જુહાપુરાના હિસ્ટ્રીશીટર નજીર વોરા સામે જમીન પચાવી પાડવાનો ગુનો

જુહાપુરાના હિસ્ટ્રીશીટર નજીર વોરા સામે જમીન પચાવી પાડવાનો ગુનો

Gujarat Others
corona ૧૫૯ 4 જુહાપુરાના હિસ્ટ્રીશીટર નજીર વોરા સામે જમીન પચાવી પાડવાનો ગુનો
@રીઝવાન શેખ, અમદાવાદ 

જુહાપુરાના કુખ્યાત નજીર વોરાએ જુહાપુરાની સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલું કોમ્પલેક્સ ત્રણ માસ પૂર્વે કોર્પોરેશન અને પોલીસે તોડી પાડ્યું હતું. આ અંગે પોલીસે નજીર વોરા વિરુદ્ધ સરકારી જમીન પચાવી પાડવા અને તેના પર ગેરકાયદે બાંધકામ કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, નજીર વોરાએ સરકારી જમીન પર પત્ની ઝુબૈદાના નામે એક કોંપ્લેક્સ બનાવ્યું હતું. જેમાં 44 દુકાનો ઓફિસો બનાવી હતી. ઝુબેદા કોમ્પ્લેક્સ જે જગ્યાએ ઉભું કરાયું હતું તે સરકારી જમીન હતી. નજીર વોરાએ તે જમીન પર ખોટી રીતે કબ્જો મેળવી સરકારના કોઈ વિભાગની મંજૂરી વગર ત્યાં ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવાનું શરુ કરી દીધું હતું.જોકે, મ્યુનિ.ના ધ્યાન પર આ વાત આવતા તેમણે નજીર વોરાને ગેરકાયદે બાંધકામ અટકાવી દેવા તેમજ તોડી પાડવા નોટિસ આપી હતી છતાં નજીર વોરાએ તેની અવગણના કરી હતી. આથી 29 સપ્ટેમ્બરએ મ્યુનિ.ની ટીમ અને પોલીસ સાથે મળીને ઝુબેદા કોમ્પ્લેક્સ તોડી પાડ્યું હતું.અને સરકારી જમીન ખુલ્લી કરી દીધી હતી.

ગઈ કાલે મંગળવારે મ્યુ.એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વેજલપુર પોલીસે નજીર વોરા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે એસીપી વી.જી.પટેલએ જણાવાયું હતું કે નજીર વોરા વિરુદ્ધ મંગળવારે ગુનો નોંધવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…