Not Set/ live : હાર્દિક પટેલને સારવાર માટે ખસેડાયો સોલા સિવિલમાં, ICUમાં ખાસ વ્યવસ્થા

અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પાર બેઠેલા હાર્દિક પટેલને, હાલ, સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જ્યાં તેમની તબિયતની સારવાર કરવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાર્દિક માટે ખાસ ICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ડોક્ટરની એક ટીમ પણ ખડેપગે છે. બીજી બાજુ  સોલા સિવિલ બહાર એસઓજીની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. હાર્દિક […]

Ahmedabad Top Stories Trending Videos
mantavya 61 live : હાર્દિક પટેલને સારવાર માટે ખસેડાયો સોલા સિવિલમાં, ICUમાં ખાસ વ્યવસ્થા

અમદાવાદ,

અમદાવાદમાં છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પાર બેઠેલા હાર્દિક પટેલને, હાલ, સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જ્યાં તેમની તબિયતની સારવાર કરવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાર્દિક માટે ખાસ ICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ડોક્ટરની એક ટીમ પણ ખડેપગે છે. બીજી બાજુ  સોલા સિવિલ બહાર એસઓજીની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદ તેને સતત્ ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેને સોલા સિવિલના છઠ્ઠા માળે સારવાર માટે ખસેડાયો હતો.

હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા

હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિકને તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટમાંથી એક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સોલા સિવિલ ખાતે  હાર્દિકની સારવાર માટે ડોક્ટરનો મોટો કાફલો તૈયાર છે. સોલા સિવિલમાં ખસેડાયા પહેલા હાર્દિક સાથે ખોડલધામના નરેશ પટેલા હાર્દિક પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

https://twitter.com/mantavyanews/status/1038009149550878722

જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે હાર્દિક તેમજ પાસના નેતાઓ સાથે વાતચીત્ત કરી હાર્દિક પારણાં કરે એ માટેના પ્રયાસ કાર્ય હતા. નરેશ પટેલે હાર્દિકના સ્વસ્ત્ય અંગે ચિંતા દર્શાવતા કહ્યું હતું કે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકોને હાર્દિકના સ્વાસ્થ્ય અંગે ખુબ ચિંતા છે.