Ahmedabad News/ નવરાત્રિમાં ગરબા રમનારાને રાહત: મોડી રાત સુધી ચાલશે મેટ્રો, 50 રૂપિયામાં સફર

અમદાવાદ મેટ્રો(Metro) નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી દોડશે. રાત્રે 11 વાગ્યા પછી 50 રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટથી ખેલૈયાઓ મુસાફરી કરી શકશે

Gujarat Ahmedabad Breaking News
metro

Ahmedabad News : અમદાવાદ મેટ્રો (Metro) નવરાત્રિ 2026 દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી દોડશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે GMRC દ્વારા આ અંગે નિર્ણય લેવાયો છે. ગુજરાતના સૌથી મોટા ઉત્સવ ગણાતા નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમીને પરત ફરતા લોકોને પરિવહનની સરળતા મળે તે હેતુથી આ પગલું ભરાયું છે. આ નિર્ણયથી ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મળશે.

અમદાવાદ મેટ્રો Metroનો સમય રાત્રે 2 વાગ્યા સુધી લંબાવાયો

સામાન્ય રીતે મેટ્રોની સેવા રાત્રે નિયમિત સમય સુધી જ ચાલે છે. પરંતુ નવરાત્રિના નવ દિવસ દરમિયાન રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી રૂટનો સમય વધારવામાં આવ્યો છે. આ સમયગાળામાં ટ્રેનો નિશ્ચિત અંતરાલે દોડશે, જેથી ગરબા રસિકોને લાંબી રાહ જોવી પડે નહીં.

રાત્રે 11 વાગ્યા પછી સ્પેશિયલ પેપર ટિકિટ 

મોડી રાતની મુસાફરી માટે ટિકિટ વ્યવસ્થા પણ સરળ રાખવામાં આવી છે. રાત્રે 11 વાગ્યા પછી સામાન્ય ક્યુઆર ટિકિટ કે સ્માર્ટ કાર્ડની જગ્યાએ સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય ગણાશે. ખેલૈયાઓ (Khelaiyas) માટે 50 રૂપિયાની ફ્લેટ ટિકિટ નક્કી કરાઈ છે. આ ટિકિટથી મુસાફરો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.

અમદાવાદ મેટ્રોથી ટ્રાફિક અને મોંઘા ભાડામાંથી છુટકારો

નવરાત્રિમાં મોડી રાત્રે ખાનગી વાહન, ટેક્સી કે ઓટો રિક્ષાના ભાડા વધી જાય છે અને પાર્કિંગની પણ મોટી સમસ્યા સર્જાય છે. આ નિર્ણયથી ગરબા રમીને પરત ફરતી મહિલાઓ અને યુવાનો સુરક્ષિત અને ઝડપી મુસાફરી કરી શકશે. 50 રૂપિયાના રાહત ભાડામાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રોની સુવિધા મળતાં લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:અમદાવાદ મેટ્રો: 10 સ્ટેશનો પર ₹100 સુધી પાર્કિંગ ચાર્જ
આ પણ વાંચો:દિલ્હી મેટ્રોમાં મારામારી બાદ પવન શર્માનું મોત, નિવૃત્ત IAS અધિકારી અને પુત્રની ધરપકડ
આ પણ વાંચો:દિલ્હીમાં મેટ્રો-રેલ બંધ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત: ગૃહ સચિવ વિરુદ્ધ અવમાનના અરજી પર કાલે વિશેષ સુનાવણી