એએમસી-પાર્કિંગ પ્લોટ/ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પાર્કિંગને લાગ્યા અલીગઢના તાળા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ ને જ અલીગઢના તાળા લાગી ચુક્યા છે. આ તાળાની ચાવી કોર્પોરેટર અને અધિકારીઓ પોતાની પાસે જ રાખે છે તો બીજી તરફ લોકો વાહનોના છૂટકે રસ્તા પર મૂકે છે અને પોલીસના દંડ નો ભોગ બને છે.

Top Stories Ahmedabad Gujarat
AMC Parking plot અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પાર્કિંગને લાગ્યા અલીગઢના તાળા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ ને જ અલીગઢ ના તાળા લાગી ચુક્યા છે. AMC Parking આ તાળાની ચાવી કોર્પોરેટર અને અધિકારીઓ પોતાની પાસે જ રાખે છે તો બીજી તરફ લોકો વાહનો ના છૂટકે રસ્તા પર મૂકે છે અને પોલીસના દંડ નો ભોગ બને છે. પાર્કિંગના પાટિયા લગાવીને અધિકારીઓ ટ્રાફિક ફ્રી શહેર ની વાતો કરે છે. આમ અમદાવાદ કોર્પોરેશને સૈજપુર ખાતે બનાવેલો પાર્કિંગ પ્લોટ જોઈએ તો રીતસર જાણે નાગરિકોની મજાક જ કરી હોય તેમ લાગે છે. આ પાર્કિંગ પ્લોટ જોઈએ તો પણ એમ જ લાગે કે તેના કરતાં રસ્તા પર વાહન ઊભું રાખવું સારુ. ક્યાંય અને કોઈપણ રીતે આ પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક થઈ શકે તેવી જગ્યા છે ખરી.

અમદાવાદ કોર્પોરેશન શહેરને ટ્રાફિક મુક્ત કરવા નવા નવા ગતકડાંઓ કરે છે . AMC Parking આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો ને એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા ડિટેન અને દંડ કરવાં માં આવે છે..પરંતુ કોર્પોરેશન એ બનાવેલા પાર્કિગ પ્લોટ મજાક સમાન બની ચુક્યા છે..પાર્કિંગ માટે પ્લોટ ફાળવવા માં આવેલા છે, પરંતુ આ પ્લોટ ફક્ત બોર્ડ લગાવીને લોકો સાથે મજાક થતો હોય તેવું લાગી રહ્યું છે.

ઉત્તર ઝોન માં આવેલ એક આવા જ પ્લોટ ની હાલત ના દ્રશ્યો મંતવ્ય ન્યુઝ પર AMC Parking જોવા મળી રહયા છે..આ પાર્કિંગ પ્લોટ ની બહાર મોટું તાળું મારવામાં આવ્યું છે.અંદર પાર્કિંગ કરવા જવું તો જવું ક્યાં એ સવાલ છે . પાર્કિંગ અંદરના દ્રશ્યો પણ ખતરનાક છે કારણ કે અહીંયા પાર્કિંગ ની જગ્યા જ એકદમ નાની છે..અને બાકીના પ્લોટ માં માટીના ઢગલાઓ જોવા મળી રહયા છે .

એટલે પાર્કિંગ પ્લોટ માં પાર્કિંગ કરવા AMC Parking આવનાર વાહન ચાલકો પાર્કિંગ કરે ક્યાં ???આ સિવાય સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે પાર્કિંગ પ્લોટ ને તાળું મારી ચાવી અધિકારીઓ અને કોર્પોરેટર ના લોકો લઈ  જાય છે અને તેમની પાસે જ રાખે છે. તેથી તેઓએ અંદર વાહન લઈને પણ જવું હોય તો પણ જઈ શકાતું નથી. પ્રજાની જાહેર સુવિધાના કાર્યોને લઈને આ પ્રકારનું મજાકનું વલણ ક્યાં સુધી અપનાવાતું રહેશે. પછી પ્રજા મજાક કરવા પર ઉતરી આવશે તો તેઓને સહન કરવી અઘરી પડી જશે. તેથી હજી પણ તેમની પાસે સમય છે કે તેઓ સુધરી જાય, નહીં તો પ્રજા મજા ચખાડે છે ત્યારે ભલભલાની કિરકીરી થઈ જાય છે.

 

આ પણ વાંચોઃ અંગદાન મહાદાન/ સિવિલ હોસ્પિટલમાં 110મું અંગદાન

આ પણ વાંચોઃ મોહમ્મદ શમી-ગુજરાતી ફૂડ/ ગુજરાતમાં છું, ગુજરાતી ફૂડનો આનંદ માણું છુંઃ મોહમ્મદ શમી

આ પણ વાંચોઃ West Bengal Blast/ પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં છના મોત