Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સમલગ્ન સંસ્થાનું2025-26નું બજેટ (Budget) મંજૂર કર્યુ છે. એમ.જે લાયબ્રેરીના બજેટમાં 2.71 કરોડ, VS હોસ્પિટલનું 257.59 લાખનું બજેટ, હોસ્પિટલના વિકાસ માટે 1 કરોડ, AMTSનું 705 કરોડનું કોર્પોરેશને બજેટ મંજૂર કર્યુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમ.જે. લાયબ્રેરી(M.J.Library)નું 20 કરોડનું બજેટ મંજૂર કર્યુ છે. ગયા વર્ષ કરતા આ વખતે 2.71 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ એમ.જે લાયબ્રેરીને સેન્ટ્રલ એસીમાં રૂપાંતરિત કરાશે. લાયબ્રેરીનું રીનોવેશન કરી ફર્નિચર વસાવવામાં આવશે, સરદાર પટેલની 150મી જન્મ જ્યંતીના વિવિધ પ્રકલ્પોનું આયોજન થશે, મહમદ રફીની જન્મશતાબ્દીનું આયોજન કરવામાં આવશે. ડિજિટલ એરેસ્ટ સામે લોકો ન છેતરાય તે માટે સંવાદો યોજાશે. મહિલા સશક્તિકરણ, પ્રજ્ઞા ચક્ષુ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીત-સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં VS હોસ્પિટલ (V S Hospital) માટે વર્ષ 2025 -26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. VS હોસ્પિટલનું 257.59 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નવા સાધનો વસાવવા માટે 214 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હોસ્પિટલની નસિંગ સ્કૂલ, હોસ્ટેલ બિલ્ડીંગ રંગકામ માટે 50 લાખ ફાળવાયા છે. હોસ્પિટલના હેરિટેજ પ્રકારનું સમારકામ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા, શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહના સમારકામ માટે 15 કરોડ ફાળવવામાં આવ્યા, નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે 150 લાખ ફાળવવામાં આવ્યા છે.
નવું સિટી સ્કેન મશીન ખરીદવા 5 કરોડ, નવું ઇકો મશીન ખરીદવા માટે 50 લાખ, નવું સોનોગ્રાફી મશીન ખરીદવા 25 લાખ, નવુ એકસ-રે મશીન ખરીદવા 90 લાખ, ટ્રોમા સેન્ટરનું કલરકામ ફોલસ સિલીંગ અને પ્રૂફિંગ કામગીરી માટે 50 લાખ, ટ્રોમા સેન્ટર તેમજ નર્સિંગ સ્કૂલની બિલ્ડીંગ પર સોલર પેનલ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. હોસ્પિટલના એકાઉન્ટ તેમજ અન્ય વિભાગના સિસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે 100 લાખના બજેટને મંજૂરી આપાઈ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત AMTSનું વર્ષ 2025-26નું બજેટ રજૂ થયું છે. 23 કરોડના વધારા સાથે બજેટ 705 કરોડ મંજૂર કરાયું છે. નવા AMTSના રૂટો શરૂ કરવામાં આવશે, સ્વાતંત્ર સેનાની, સિનિયર સીટીઝન અને પ્રજ્ઞાચક્ષુઓને ફ્રી પાસ અપાશે, કોર્પોરેશન 445 બસોનો ઉમેરો કરશે, નવી 4 ડબલ ડેકર બસો બજેટમાં ખરીદવામાં આવશે. સરસપુર IIT પાસે બસ ટર્મિનસ બનાવવામાં આવશે. મેઘાણીનગરમાં પણ બસ ટર્મિનસ બનાવવામાં આવશે.
આ પણ વાંચો:બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, નાણામંત્રી સીતારમણે હલવા સમારોહની કરી ઉજવણી
આ પણ વાંચો:શું બજેટ 2025 ઘર ખરીદનારાઓની અપેક્ષાઓ પૂર્ણ કરશે? નિષ્ણાતોએ આ માંગણીઓ નાણામંત્રી સમક્ષ મૂકી
આ પણ વાંચો:શું ટુ-વ્હીલરની કિંમત ઘટશે ? બજેટ 2025માં બાઇક પર GST ઘટાડીને 18% કરવાની માંગ
