અમદાવાદમાં સહિત છ મહાનગરપાલિકામાં આજે સવારથી મતદાન થઇ રહ્યું છે. ત્યારે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાનુભાવોથી લઈ સામાન્ય નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ લોકશાહીના અનોખા રંગ પણ જોવા મળી રહ્યા છે.

આવામાં અમદાવાદના થલતેજ ગામમાં રહેતા બારોટ પરિવારના પુત્રના આજે લગ્ન છે અને જાન હિંમતનગર જવાની છે તે પહેલા પરિવારે પોતાનો લોકશાહીનો પર્વ ઉજવીને મતદાન કર્યું છે. વરરાજા ધનરાજ બારોટ ઘોડે ચઢીને મતદાન કરવા પહોંચ્યા હતા.

થલતેજમાં રહેતા બારોટ પરિવારનાં યુવક ધનરાજ બારોટ અને તેમના પરિવારે લગ્ન પહેલા મતદાન કર્યું છે. તેઓ જાન લઇને વરરાજા ઘોડા પર સવાર થઇને મતદાન મથક પર પહોંચ્યા હતા.

વરરાજાની સાથે તેના પરિવારજનોએ પણ મતદાન કર્યું હતું.

લગ્ન પહેલા વાજતે ગાજતે મતદાન કરવા પહોંચેલા વરરજાને જોવા અનેક લોકો ઉટ્યા હતા.
