Ahmedabad/ બીમાર પતિના હાલચાલ પૂછવા ગયેલી પત્ની પર કરાયો છરીથી હુમલો, જાણો શું છે આ મામલો

રેખાબેન તેના પતિ કમલેશ અને ત્રણ બાળકો સાથે વાસણાના ગુપ્તાનગરમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં હાઉસકીપિંગનું કામ કરે છે. ગુરુવારે સાંજે જ્યારે રેખા તેની નોકરીથી ઘરે આવી ત્યારે પડોશીઓએ તેમને કહ્યું કે તેનો પતિ કમલેશ બીમાર છે.

Ahmedabad Gujarat

અમદાવાદના વાસણામાં તેના બીમાર પતિના હાલચાલ પૂછવા આવવામાં થોડું મોડું થતા નણંદે તેની જ ભાભીને છરીથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીએ આ બાબતે પોતાની નાનંદા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, રેખાબેન તેના પતિ કમલેશ અને ત્રણ બાળકો સાથે વાસણાના ગુપ્તાનગરમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં હાઉસકીપિંગનું કામ કરે છે. ગુરુવારે સાંજે જ્યારે રેખા તેની નોકરીથી ઘરે આવી ત્યારે પડોશીઓએ તેમને કહ્યું કે તેનો પતિ કમલેશ બીમાર છે. તેણીને તેની બહેન વિમલા બેન તેના ઘરે લઈ ગઈ છે. આ માહિતીની જાણ થતાં જ રેખા પતિની સંભાળ લેવા નણંદના ઘરે પહોંચી હતી .

જો કે નણંદે મોડા આવવા પર રેખા બેન સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા વિમલા બેને રેખા પર છરી વડે હુમલો કર્યો હતો. રેખા બેનેનો અવાજ સાંભળી લોકો આજુબાજુ માંથી આવી ગયા હતા. ઇજાગ્રસ્ત રેખા બેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે જણાવ્યું કે, રેખા બેને નણંદ વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો