ચુકાદો/ અમદાવાદ: પીઆઈ ગીતા પઠાણના રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં મહિલા પોલીસ સ્ટેશન વેસ્ટના પીઆઈ ગીતા પઠાણના રેગ્યુલર જામીન અરજીને નામદાર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ હનીટ્રેપમાં પીઆઈની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે મહિલા ક્રાઈમમા હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો. સમગ્ર બાબતે ક્રાઈમબ્રાન્ચને તપાસ […]

Ahmedabad Gujarat
Session Court અમદાવાદ: પીઆઈ ગીતા પઠાણના રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં મહિલા પોલીસ સ્ટેશન વેસ્ટના પીઆઈ ગીતા પઠાણના રેગ્યુલર જામીન અરજીને નામદાર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ હનીટ્રેપમાં પીઆઈની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે મહિલા ક્રાઈમમા હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો. સમગ્ર બાબતે ક્રાઈમબ્રાન્ચને તપાસ આપવામાં આવી હતી.

 

જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે પહેલાથી જ પીઆઈ દ્વારા આખું નાટક રચવામાં આવતું હતું. રાધિકા નામની યુવતી દ્વારા વેપારી અને લોકોને ફસાવવામાં આવતા હતા. મહિલા પીઆઇ ગીતાબેન પઠાણની ધરપકડ કરી હતી. સમાધાન કરાવીને પોલીસ રૂપિયા પડાવતી હતી.

 

આ કેસમાં કુલ ૨૬ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં ૫૦ ટકા પોલીસએ પડાવ્યા છે. કોઈ વ્યક્તિ સાથે હનીટ્રેપ થાય તે પહેલા જ પોલીસ જે તે વ્યક્તિને ફોન કરીને સમાધાન માટે બોલાવી લેતા હતા.

 

ઉલ્લેખનીય છે કે , મહિલા પીઆઈ ની રેગ્યુલર જામીન અરજી નામંજૂર થતાં હવે તેમને મોટો ફટકો પડ્યો છે. હવે તેઓને ઉપલી કોર્ટમાં અરજી કરવી પડશે અને ત્યાંથી જો કદાચ જામીન મળશે તો જ તેઓ જેલમાંથી બહાર આવી શકશે.