Ahmedabad News : અમદાવાદ સ્થિત નરોડામાં મંદિરના પૂજારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પૂજારીએ સુસાઈડ નોટમાં બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. બિલ્ડર મંદિર તોડવાને લઈ દબાણ કરતો હતો અને તેના કારણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
મૃતક પૂજારીએ સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં લખ્યું છે કે,આવાસ યોજનામાં જે મંદિર છે તે તોડવા માટે તેમને દબાણ કરવામાં આવતુ હતુ અને બિલ્ડર મંદિર તોડવા માટે ધમકાવતો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે,સંતોષનગરમાં આ ઘટના બની છે,તો ઘટનાની જાણ થતાની સાથે જ રોજ મંદિરમાં આવતા ભકતો ઉમટી પડયા હતા.
મંદિરના મહંતે મંદિર પરિસરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.સંતોષી માતાજીનું મંદિર, સંતોષી ધામ, સંતોષી નગર, કુબેર નગરના મહારાજએ આપઘાત કરી લીધા છે,મહારાજ મહેન્દ્રભાઈ મીણેકર ઉંમર 63ને સતત ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે.
મૃતક મહારાજે મંદિરના પરિસરમાં સુસાઈડ નોટ ચોંટાડી છે તેમાં તમામના નામનો ઉલ્લેખ કર્યો છે,સુસાઈડ નોટમાં લખ્યુ છે કે,આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન, બિલ્ડર, અને પોલીસ દ્વારા સતત ત્રાસ અપાતો હતો જેને લઈ કંટાળીને આ પગલુ ભર્યુ છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:બોટાદના ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લાશ મળી
આ પણ વાંચો:એકતાનું અનોખું ઉદાહરણ : બોટાદમાં મુસ્લિમ આગેવાને 38 હિન્દુ યાત્રાળુને મહાકુંભ મોકલ્યા
આ પણ વાંચો:બોટાદ: ખસ ગામ સહિત અન્ય ગામના લોકોએ રોડ પર કર્યો ચક્કાજામ, રામધૂન પણ બોલાવી