Not Set/ અમદાવાદવાસીઓ આનંદો : ગૃહમંત્રી અમીત શાહે બે ઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ

અમદાવાદની ટ્રાફિક સમસ્યા વર્ષો જૂની છે જેનાથી આમ જનતા ખુબ જ ત્રસ્ત રહે છે. જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખીને આજે ગૃહમંત્રી અમિત શાહે બે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું છે. લોકો આ લોકાર્પણ થાય તેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. 71 કરોડના ખર્ચે બનાવવામાં […]

Top Stories Ahmedabad Gujarat
sss 78 અમદાવાદવાસીઓ આનંદો : ગૃહમંત્રી અમીત શાહે બે ઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ

અમદાવાદની ટ્રાફિક સમસ્યા વર્ષો જૂની છે જેનાથી આમ જનતા ખુબ જ ત્રસ્ત રહે છે. જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખીને આજે ગૃહમંત્રી અમિત શાહે બે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું છે. લોકો આ લોકાર્પણ થાય તેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

દેર આયે દુરસ્ત આયે, રાજકોટની શિવાનંદ હોસ્પિટલની આગ બાદ મનપા શરૂ કરશે ફાયર ટ્રેનિંગ સેન્ટર

મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્ય મુખ્યમંત્રી સહિતનાં રહ્યા સાથે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ.71 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું આજ રોજ સવારે ઇ-લોકાર્પણ કરવામાં કર્યું છે. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરનાં મેયર બિજલબેન પટેલ સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

PM મોદી પર ફરી વરસ્યા રાહુલ, કહ્યુ- ખેડૂતનો અવાજ જ્યારે ઉઠે છે ત્યારે તેનો અવાજ આખા દેશમાં સંભળાય છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઈ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે કે, સૌરાષ્ટ્રથી અમદાવાદથી જોડાયેલો રસ્તો, નેશનલ હાઇવે રસ્તો પહેલા બે માર્ગીય હતો પછી ચાર માર્ગીય થયો છે. આ રસ્તા પર ઘણો મોટો ટ્રાફિક પસાર થાય છે. જેથી અમે વિચાર્યું કે, આ રસ્તો છ માર્ગીય થાય તો આપણને ફાયદો થાય. જેથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંજૂરીથી શરૂ થયું હતું. આ કામ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે. જે બાદ 2017માં એક વિચાર આવ્યો કે, અમદાવાદનો હાઇવેથી છેક રાજસ્થાન, દિલ્હી તરફ જતો રસ્તો તે પણ ઘણો સાંકળો હતો. જેથી આ રસ્તાને પણ છ લેન રસ્તા પર કામ ચાલુ છે. કોરોના મહામારીમાં પણ ઝડપી સ્તરે શ્રમિકોને બોલાવીને કામ શરૂ કર્યો છે.

આજે છે દેવદિવાળીનો પર્વ, રાજ્યમાં આ મંદિરો રહેશે ખુલ્લા અને આ રહેશે બંધ

નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર -ચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને 4 લેનમાંથી 6 લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદનુસાર 245 મીટરની કુલ લંબાઈનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. 35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ 240 મીટરની કુલ લંબાઇ સાથે રૂ. 36 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એટલે બે ફ્લાયઓવરનો કુલ ખર્ચ 71 કરોડ રૂપિયાનો થયો છે. પકવાન ચાર રસ્તાનો ફ્લાયઓવર અંડરપાસથી ઓવરબ્રિજને કનેક્ટ કરતો પહેલો બ્રિજ છે.