Not Set/ અમદાવાદ: સારાભાઈ ફાઉન્ડેશન જમીન વિવાદ, ચોકીદારે ગટગટાવી દવા; તપાસ હાથ ધરાઈ  

  અમદાવાદ, 24 જુન 2018. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ભૂમાફિયાના ત્રાસથી ચોકીદારે દવા ગટગટાવી લીધી છે. ભૂમાફિયાનાં આક્ષેપો વચ્ચે જમીનના માલિક આત્મહત્યાનું સ્ટન્ટ હોવાનો આક્ષેપ કરીને ક્રોસ ફરિયાદ નોંધાવી છે. જમીન વિવાદમાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સારાભાઈ ફાઉન્ડેશન જમીન વિવાદ ઘણા સમયથી ચાલતો હતો. મેઘાણીનગરમાં રહેતા વિરમભાઈ દેસાઈ નામના […]

Top Stories Ahmedabad Gujarat
લ્દ્જસ્દ્ઘફ્જ્ઘ અમદાવાદ: સારાભાઈ ફાઉન્ડેશન જમીન વિવાદ, ચોકીદારે ગટગટાવી દવા; તપાસ હાથ ધરાઈ  

 

અમદાવાદ,

24 જુન 2018.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ભૂમાફિયાના ત્રાસથી ચોકીદારે દવા ગટગટાવી લીધી છે. ભૂમાફિયાનાં આક્ષેપો વચ્ચે જમીનના માલિક આત્મહત્યાનું સ્ટન્ટ હોવાનો આક્ષેપ કરીને ક્રોસ ફરિયાદ નોંધાવી છે. જમીન વિવાદમાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સારાભાઈ ફાઉન્ડેશન જમીન વિવાદ ઘણા સમયથી ચાલતો હતો. મેઘાણીનગરમાં રહેતા વિરમભાઈ દેસાઈ નામના વ્યક્તિએ  ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

ભૂમાફિયાથી તંગ આવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. મેઘાણીનગરમાં આવેલી સારાભાઈ ફાઉન્ડેશનની જમીનના વિવાદમાં આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવારનો આક્ષેપ હતો કે છેલ્લા ૪૦ વર્ષથી તેઓ આ વિસ્તારમાં રહે છે. પરંતુ એક બિલ્ડર અને તેના ભાગીદારો તેમની પાસેથી જમીન પચાવી દેવાના ફિરાકમાં છે.

જેથી અંતે કંટાનીને વિરમભાઈ દેસાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જમીનના વિવાદોમાં થયેલા આક્ષેપોને લઈને પોલીસે તપાસ કરતા આ જમીનની માલિકી મદનલાલ જયસવાલ નામના વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે.  2010 માં સારાભાઈ ફાઉન્ડેશનની હરાજીમાં મદનલાલાએ આ જમીન ખરીદી હતી.

જેથી આ જમીનના દસ્તાવેજોના પુરાવા સાથે બિલ્ડર પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે આ કેસમાં નવો વણાંક આવ્યો છે. આ જમીન ઉપર આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિરમ ચોકીદાર તરીકે ફરજ નિભાવતા હતા અને તેમને દસ હજારનો પગાર પણ ચૂકવતા હતા. વિરમ અને તેના પરિવારે આ જમીન ઉપર ગેરકાયદે વાહનનું પાર્કિંગને લઈને લોકો પાસેથી ભાડુ ઉઘરાવતા હતા. જેની જાણ થતા તેમણે કબજો મેળવવા માટે પોલીસની મદદ માંગી હતી .