અમદાવાદ છોકરીઓ અસુરક્ષિત/ ગોદરેજ ગાર્ડન સિટીમાં કિશોરી સાથે લિફ્ટમાં 65 વર્ષના વૃદ્ધે કરી છેડતી, CCTV આવ્યા સામે

અમદાવાદમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 62 વર્ષીય વૃદ્ધએ ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કરતા ચકચાર મચી છે.

Top Stories Ahmedabad Gujarat
લિફ્ટમાં

શહેરમાં અવારનવાર છોકરીઓની છેડછાડ કરવાના મામલો સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આવેલ ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીમાંથી સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 62 વર્ષીય વૃદ્ધે લિફ્ટમાં આવેલી ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદના ગોડરેજ ગાર્ડન સિટીમાં બનેલી આ ઘટના છે. જેમાં ધોરણ-7માં અભ્યાસ કરતી એક બાળકી લિફ્ટમાં આવી હતી. તે સમયે લિફ્ટમાં જતા સમયે 62 વર્ષીય ભાનુપ્રતાપ રાણા નામના હેવાને બાળકી સાથે અડપલાં કર્યાં હતા. સમગ્ર બનાવની જાણ ચાંદખેડા પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં દિકરીઓ સુરક્ષિત ક્યાં છે ? દિકરીઓ અને મહિલાની સલામતીને લઇને અવારનવાર સવાલો ઉભા થાય છે. ક્યારેક નાની બાળકી તો ક્યારેય મહિલાઓ હવસનો શિકાર બને છે. તો ક્યારેક શાળાએ જતી દિકરીઓે અસામાજિક તત્વોના ત્રાસથી પરેશાન થવાનો વારો આવે છે.

આ પણ વાંચો: દાહોદમાં દારૂની દારૂબંધીની રેલમછેલ, પીપલોદમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

આ પણ વાંચો:પાટણ સરકારી કુમાર છાત્રાલયમાં વિધાર્થીઓ બે દિવસથી ભૂખ્યા, જાણો શું છે કારણ

આ પણ વાંચો:ગોતામાં પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત, 3 વર્ષની માસુમ દીકરી સાથે લગાવી મોતની છલાંગ