Not Set/ અમદાવાદ : છેલ્લા ૨ વર્ષમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ પાછળ ચાર કરોડથી પણ વધુ પૈસાનો ધુમાડો

અમદાવાદમાં છેલ્લા દસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા કાર્નિવલના ભવ્ય કાર્યક્રમની ઉજવણી વર્ષના અંતિમ સાત દિવસો એટલે કે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી કરવામાં આવે છે. દર વર્ષે આ કાર્નિવલમાં ૨૫ લાખથી પણ વધુ સહેલાણીઓ આવે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ૨ વર્ષમાં ૧૪ દિવસ માટે ચાર કરોડથી પણ વધારે […]

Gujarat
kakriya અમદાવાદ : છેલ્લા ૨ વર્ષમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ પાછળ ચાર કરોડથી પણ વધુ પૈસાનો ધુમાડો

અમદાવાદમાં છેલ્લા દસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા કાર્નિવલના ભવ્ય કાર્યક્રમની ઉજવણી વર્ષના અંતિમ સાત દિવસો એટલે કે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી કરવામાં આવે છે. દર વર્ષે આ કાર્નિવલમાં ૨૫ લાખથી પણ વધુ સહેલાણીઓ આવે છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા ૨ વર્ષમાં ૧૪ દિવસ માટે ચાર કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચાઈ ગયા છે.

જ્યારે ગત વર્ષ ૨૦૧૬માં માત્ર મંડપ ડેકોરેશનનો ખર્ચ વધીને રૂ.૬૭.૯૫ લાખ થયો હતો. સાઉન્ડ સિસ્ટમનો ખર્ચ રૂ.૪૬.૫૨ થયો હતો. ચા-નાસ્તા-જમણ પાછળ રૂ.૮.૮૬ લાખ ખર્ચાયા હતા. તે વર્ષના કાંકરિયા કાર્નિવલ પાછળ મ્યુનિસિપિલની તિજોરીમાંથી રૂ.૨.૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

મ્યુનિસિપલ તંત્રના સત્તાવારે આપેલી માહિતી મુજબ ગત વર્ષ ૨૦૧૫માં પબ્લિસિટી વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલના મંડપ ડેકોરેશન પાછળ રૂ.૬૪.૮૬ લાખ ખર્ચાયા હતા. સાઉન્ડ સિસ્ટમનો રૂ.૩૭.૯૬ લાખ, ફોટો-વીડિયોગ્રાફીનો રૂ.૩૦.૯૯નો ખર્ચ થયો હતો.

ઉપરાંત રાત્રે જે આતશબાજી કરવામાં આવે છે. તેના પાછળ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો અને કાર્યક્રમ સાથે જોડાયેલા સ્ટાફ, કલાકારોના નાસ્તાપાણી અને જમણવારનો ખર્ચો તો આતશબાજીથી પણ વધુ એટલે કે ૧૩.૩૦ લાખ રૂપિયાનો થયો હતો.

પીવાના પાણીની વ્યવસ્થા અને વોકીટોકી સેટ ખરીદવા ૧૧.૬૫ લાખ રૂપિયા ખર્ચાયા હતા. આમ ડેકોરેશનના ખર્ચા સાથે આ તમામ ખર્ચ કુલ મળીને ૨.૦૬ કરોડનો થયો હતો.