ગુજરાત રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા સતત વધુ રહી છે. રાજ્યમાં આજરોજ રવિવારના રોજ વધુ બે કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને સુરત ખાતે વધુ બે કેસ સામે આવ્યા છે. સાથે રાજ્યમાં કોરોનાનો દૈનિક આંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના બ્યૂગલ વાગી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં મૂળ આણંદના 48 વર્ષનો પુરુષ લંડનથી દુબઈ થઈને અમદાવાદ આવ્યો હતો. જેમને હાલમાં સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની હાલત સ્વસ્થ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જ્યારે અન્ય કેસમાં સુરત ખાતે વધુ એક ઓમિક્રોન પોઝિટિવ કેસ સામે આવ્યો છે. VIP રોડ પર રહેતી 39 વર્ષની મહિલાનો ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. દર્દીના પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મહિલાએ રસીના બન્ને ડોઝ લીધેલા છે. મહિલા ફેશન ડિઝાઇનનું કામ કરે છે. જ્યારે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે પણ ગતરોજ શનિવારે એક ઓમિક્રોનનો કેસ મળી આવ્યો હતો.
હાલમાં રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા 12 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધતાં કોરોના અને ઓમિક્રોન કેસને લઈ સરકારની ચિંતાઓ પણ વધી રહી છે. તો એક બાજુ શાળાના વિધાર્થીઓમાં પણ કોરોનાંનું પ્રમાણ વધી રહ્યું છે. તો રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની પર ટિયારીઓ ચાલી રહી છે. તો સાથે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમીટની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે ,આ વેરિઅનેટ ખુબ ઝડપથી ફેલાય છે જેનો ઉત્તમ ઉદાહરણ બ્રિટન દેશ છે.દેશમાં પણ ધીમી ગતિએ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે,આજે 127 કેસ સરકારી દફતરે નોંધાયા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી ચેપગ્રસ્ત દર્દીઓમાં હવે તેજી જોવા મળી રહી છે. કોરોના વાયરસનું ખતરનાક સ્વરૂપ હવે 12 રાજ્યોમાં ફેલાઈ ગયું છે.
Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!
National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો
National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો
Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય
Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ
