Not Set/ અમદાવાદ : શહેરના જર્જરીત મકાન દૂર કરવાની કામગીરી શરુ

હાલની જ વાત કરીએ તો ગત મહિનામાં અમદાવાદ ખાતે પડેલા વરસાદમાં ઘણી જર્જરિત ઇમારતો અને ટાંકીઓ ધારસાઈ થવાની ઘટના બની હતી. જેને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને શહેરમાં આવેલી જૂની ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જે અંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરીત મકાન દૂર કરવાની કામગીરી શરુ  કરવામાં આવી છે. ઇન્ડિયા કોલોની વોર્ડ માં […]

Top Stories Ahmedabad Gujarat
demolation અમદાવાદ : શહેરના જર્જરીત મકાન દૂર કરવાની કામગીરી શરુ

હાલની જ વાત કરીએ તો ગત મહિનામાં અમદાવાદ ખાતે પડેલા વરસાદમાં ઘણી જર્જરિત ઇમારતો અને ટાંકીઓ ધારસાઈ થવાની ઘટના બની હતી. જેને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને શહેરમાં આવેલી જૂની ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.

જે અંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરીત મકાન દૂર કરવાની કામગીરી શરુ  કરવામાં આવી છે. ઇન્ડિયા કોલોની વોર્ડ માં આવેલ મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાટર્સના બે બ્લોકના 56 મકાનો દૂર કરવામાં આવ્યા હતા.  આ કામગીરી દરમિયાન ઘર્ષણ થતા બે લોકોની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદમાં અમરાઈવાડીમાં મકાન પડવાની  દુર્ઘટના બાદ રહી રહીને જાગેલી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જર્જરીત મકાનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ઇન્ડિયાકોલોની વોર્ડ માં આવેલા વિજય મીલ તથા ન્યુ વિજય મિલ મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાટર્સ માં બે બ્લોકના 56 મકાન દૂર કરવામાં આવ્યા છે .આ કોલોની ખાતે 10 બ્લોક આવેલા છે અને તે તમામ ભયજનક હોવાથી દસે દસ બ્લોક દુર કરવામા આવશે

આ મકાનો 50 વર્ષ કરતા પણ જુના છે અને જે તે સમયે કોર્પોરેશન દ્વારા એક રૂપિયો ટોકન લઈ ને સફાઈ કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા.  મકાનો જુના થઈ જતા તે જર્જરીત  બન્યા હતા મકાન ખાલી કરવા અંગે કોર્પોરેશન દ્વારા  15-9-18ના રોજ નોટીસ આપવા છતાં મકાન ખાલી ન કરાતા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશન મકાન તોડવાની કાર્યવાહી કરી હતી

મકાન તોડી દેવામાં આવતા બેધર બનેલ લોકો માટે હાલ ટેમ્પરરી રેન બસેરા માં વ્યવસ્થા કરવામાં આવી છે રહીશોને કોર્પોરેશન દ્વારા રીડેવલપમેન્ટ અંગે કહેવામા આવ્યુ છે. તંત્રનુ કહેવુ છે કે, જો તેઓ રિડેવલપમેન્ટ કરવા માગતા હશે તો તેની સુવિધા  આપવામાં આવશે પરંતુ કોર્પોરેશન દ્વારા જર્જરીત મકાનો સામે કાર્યવાહી શરુ કરવામા આવી છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે કોઇ દુર્ધટના ઘટે પછી તંત્ર કેમ જાગે છે…?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.