Not Set/ અમદાવાદ: આ અઠવાડિયામાં સાબરમતી નદીમાંથી પ્રેમી પંખીડાઓની લાશ મળવાની બીજી ઘટના

સાબરમતી નદીમાંથી આજે સવારે પ્રેમી પંખીડાની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. પાલડી એનઆઈડી પાછળ નદીમાં બે લાશ તરતી હોવાની માહિતી ફાયરની ટીમને મળી હતી રેસ્કયુ ટીમે બંનેની લાશને બહાર કાઢી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયામાં નદીમાંથી પ્રેમી પંખીડાઓની લાશ મળવાની બીજી ઘટના બની છે      NIDને જોડતા સાબરમતીના […]

Uncategorized
સાબરમતી પ્રેમી યુગલ લાશ અમદાવાદ: આ અઠવાડિયામાં સાબરમતી નદીમાંથી પ્રેમી પંખીડાઓની લાશ મળવાની બીજી ઘટના
સાબરમતી નદીમાંથી આજે સવારે પ્રેમી પંખીડાની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. પાલડી એનઆઈડી પાછળ નદીમાં બે લાશ તરતી હોવાની માહિતી ફાયરની ટીમને મળી હતી રેસ્કયુ ટીમે બંનેની લાશને બહાર કાઢી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયામાં નદીમાંથી પ્રેમી પંખીડાઓની લાશ મળવાની બીજી ઘટના બની છે  
 
 NIDને જોડતા સાબરમતીના છેડે રવિવારે સવારે પ્રેમીયુગલના મૃતદેહ મળી આવ્યા હતા. છોકરી સગીર હતી. યુવક અને તેણે રૂમાલથી હાથ બાંધી નદીમાં ઝંપલાવ્યું હતું. બે દિવસ પહેલાં તેમના પ્રેમપત્રો, મોબાઇલ મૂકેલી બેગ રિવરફ્રન્ટ પરથી સિક્યુરિટી ગાર્ડને મળી હતી, જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દાણીલીમડા યુવતી અને મહેસાણાનો યુવક  શુક્રવારથી ગાયબ હતા. યુવક દાણીલીમડા સ્થિત રહેતી બહેનના ઘરેે અગાઉ રહેવા આવ્યો હતો. તે દરમિયાન યુવક-યુવતી બન્ને વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો. બંને સાથે રહેવા માગતાં હતાં. પરિવારને તેમના સંબંધની જાણ ન હોવાનું કહે છે.  હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.