Not Set/ અમદાવાદ ટોરેન્ટ પાવરે શહેરનાં વિભિન્ન વિસ્તારોમાં પાડી રેડ, જાણો શું છે કારણ

આજે અમદાવાદ ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં રેડ પાડવામાં આવી છે. સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, બિન અધિકૃત વીજ જોડાણ

Top Stories Ahmedabad Gujarat
11 479 અમદાવાદ ટોરેન્ટ પાવરે શહેરનાં વિભિન્ન વિસ્તારોમાં પાડી રેડ, જાણો શું છે કારણ
  • અમદાવાદ ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા શહેરમાં રેડ
  • બિનઅધિકૃત વીજ જોડાણ મુદ્દે રેડની મોટી કાર્યવાહી
  • પોલીસના કાફલા સાથે અલગ-અલગ ઓફિસરો ત્રાટકયા
  • 200 પોલીસનાં કાફલા સાથે શહેરમાં પાડી રેડ
  • નારણપુરા ઝોન, અમરાઇવાડી ઝોનના અધિકારીની સંયુક્ત રેડ
  • ઇસનપુર ઝોનના અધિકારીઓ પણ સંયુક્ત રેડમાં જોડાયા
  • ગેરકાયદેસર વીજ જોડાણના અનેક કેસો સામે આવ્યા
  • પોલીસના ઉ.અધિકારીઓ સાથે ટોરેન્ટ પાવરની કાર્યવાહી

આજે અમદાવાદ ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં રેડ પાડવામાં આવી છે. સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, બિન અધિકૃત વીજ જોડાણ મામલે આ રેડની મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

11 480 અમદાવાદ ટોરેન્ટ પાવરે શહેરનાં વિભિન્ન વિસ્તારોમાં પાડી રેડ, જાણો શું છે કારણ

મેઘાની રાહ / આજથી ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ! બારે મેઘ ખાંગાની આગાહી

આપને જણાવી દઇએ કે, અમદાવાદ ટોરેન્ટ પાવરની ટીમેે આજે સવારે શહેરનાં લોકોને રેડ પાડી ચોંકાવી દીધા હતા. શહેરમાં લગભગ 200 જેટલા પોલીસનાં કાફલા સાથે અલગ-અલગ ઓફિસરો આજે ત્રાટક્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ રેડ પાડવાનું કારણ બિનઅધિકૃત વીજ જોડાણ છે. આજે અમદાવાદ ટોરેન્ટ પાવર શહેરનાં નારણપુરા ઝોન, અમરાઇવાડી ઝોન, ઇસનપુર ઝોનનાં અધિકારીઓ સહિત પોલસીનાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત રીતે આ રેડ પાડવામાં આવી હતી. આ પહેલા અમદાવાદ ટોરેન્ટ પાવરની સામે ગેરકાયદેસર વીજ જોડાણનાં અનેક કેસો સામે આવ્યા છે. જેને લઇને અમદાવાદ ટોરેન્ટ પાવરે લાલ આંખ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર વીજ જોડાણનાં કેસો સામે આવી રહ્યા હતા. લોકો મન ભાવે તેમ ગેરકાયદેસર વીજ જોડાણ કરતા હતા. જેને લઇને અમદાવાદ ટોરેન્ટ પાવરને આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

11 481 અમદાવાદ ટોરેન્ટ પાવરે શહેરનાં વિભિન્ન વિસ્તારોમાં પાડી રેડ, જાણો શું છે કારણ

ખેડૂતની અનોખી શોધ /  માત્ર 30 હજારની કિંમતે બનાવ્યું અનોખુ મશીન, ખુબજ સરળતાથી થાય છે નિંદામણ દુર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઇ કાલે એટલે કેે ગુરુવારનાં રોજ દેેશમાં અલગ-અલગ વિસ્તારોમાં ફેલાયેલા ભાસ્કર ગ્રુપ પર ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેને લઇને સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, આ રેડ પાડવા પાછળનું કારણ ભાસ્કર જૂથ દ્વારા તેના જુદા જુદા વ્યવસાયોમાં કરચોરી કરવામાં આવી હતી. આવકવેરાનાં અધિકારીઓએ રાજ્યાં અમદાવાદ શહેર સ્થિત ઓફિસ, જયપુર, નોયડા અને ભોપાલ સહિતની ઓફિસો પર આઇટી વિભાગે દરોડા પાડ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…