વધતા ડીઝલનાં ભાવ સામે અરવલ્લી જિલ્લાના ખેડૂતે ખેતીમાં ખેડ અને નિંદામણ સસ્તા બને તેવું એક મશીન વિકસાવ્યુ છે. અન્ય ખેડૂતો માટે આ મશીન ઉપયોગી બનવાની સાથે ખેતીનો ખર્ચ ઘટાડવામાં ખુબજ મદદ રૂપ સાબિત થઇ શકે તેમ છે.

નિંદામણ દુર કરવાનો ખર્ચ એક વિધાએ માત્ર 30 રૂ.
સતત વધી રહેલા ડીઝલના ભાવોની અસર ખેડૂતોની ખેતી ઉપર પણ પડી છે ડીઝલના કારણે ટ્રેક્ટર દ્વારા ખેડ નિંદામણ મોંઘા બનતા ખેડૂતોનો ખેતી ખર્ચ પણ વધ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ઉમેદપુર ગામના ખેડૂત ઈશ્વરભાઈ પટેલ, કે જેને નિંદામણ માટે એક મશિન વિકસાવ્યું છે. જે મશીન થકી એક કલાકમાં દોઢ વિઘા જમીનમાં નિંદામણ દૂર થઇ શકે છે. માત્ર એક વીઘા પાછળ 300 ગ્રામ ડીઝલ એટલેકે એક વીઘા નિંદામણ કરવા પાછળ 30 રૂપિયા જ ખર્ચ થાય છે. આ ખેડૂતે માત્ર 30 હજારની નજીવી કિંમતે આ મશીન વિકસાવ્યું છે. જે અન્ય ખેડૂતો માટે ઉપયોગીની સાથે પ્રેરણા રૂપ બન્યું છે.

મેઘરાજા કરો મહેર / ઉત્તર ગુજરાતમાં કોરું ધાકોર, ખેડૂતો જોઈ રહ્યાં છે વરસાદની વાટ
મહત્વનો નિર્ણય / રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર થી 50 ટકા કેપેસિટી સાથે થશે શરૂ
ખેતી ખર્ચ ઘટાડવા માટે આ અનોખી શોધ જોવા આસપાસનાં ગામોમાંથી ખેડૂતો પણ આવી રહ્યા છે. ત્યારે કોઈ ખેડૂત આ મશીન બનાવવા સલાહ માંગે તો ખેડૂત ઈશ્વરભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
