Not Set/ ભાજપ મહિલા મોર્ચાની બાઇકરેલીમાં સાફા બાંધ્યા પણ હેલ્મેટ નહિ, સરેઆમ કાયદાનું ઉલ્લંઘન છતાં નહિ દંડ

અમદાવાદ, સતાધારી પક્ષ ભાજપ દ્રારા મોટાઉપાડે મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ કરવું ખૂબ અઘરૂ છે. ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ જાતે નર્યા એ કહેવતને સાર્થક કરતા હોય એવો ઘાટ સર્જાયો હતો. જેમાં રાજય અને કેન્દ્રમાં સતા સ્થાને બેઠેલા પક્ષની મહિલાઓ દ્રારા ઞાંસીની રાણી લક્ષ્મીબાઇના જન્મદિવસ નિમિતે અમદાવાદમાં બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
mantavya 114 ભાજપ મહિલા મોર્ચાની બાઇકરેલીમાં સાફા બાંધ્યા પણ હેલ્મેટ નહિ, સરેઆમ કાયદાનું ઉલ્લંઘન છતાં નહિ દંડ

અમદાવાદ,

સતાધારી પક્ષ ભાજપ દ્રારા મોટાઉપાડે મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ કરવું ખૂબ અઘરૂ છે. ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ જાતે નર્યા એ કહેવતને સાર્થક કરતા હોય એવો ઘાટ સર્જાયો હતો.

જેમાં રાજય અને કેન્દ્રમાં સતા સ્થાને બેઠેલા પક્ષની મહિલાઓ દ્રારા ઞાંસીની રાણી લક્ષ્મીબાઇના જન્મદિવસ નિમિતે અમદાવાદમાં બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ આટલી મોટી સંખ્યામાં યોજાયેલી રેલીમાં હેલમેટ વિના બાઇકરેલી કાઢવામાં આવી તેમછતાં એકપણ કાર્યકરનું આ બાબતે ધ્યાન ન ગયું જે ખૂબ જ શરમજનક બાબત છે. નવાઇની વાત એ છે કેતેમછતાં કોઇપણ કાર્યકરને દંડ કરવામાં આવ્યો ન હતો જયારે સામાન્ય લોકોને દંડીત કરવામાં આવે છે.મેયર બિજલ પટેલ દ્રારા રેલીને લીલી ઞંડી આપવામાં આવી હતી.

મેયરે કહ્યું હતું કે,રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ છે માટે સાફા બાંધ્યા હોવાથી હેલ્મેટ નથી પહેર્યું અને કહ્યું હતું કે  અહી નજીકમાં જ જવાનું હતું એટલે. તેવું કારણ મેયર દ્વારા આપવામાં આવ્યું હતું.

તો એક તરફ હેલ્મેટ પહેર્યા વગરના લોકોને દંડવામાં આવ્યા હતા, પોલીસ કમિશ્નર દ્વારા 96 ટકા અમદાવાદીઓને હેલ્મેટ પહેરતા કરવાનો લક્ષ્યાંક છે. તો બીજું બાજુ સત્તા પક્ષના કાર્યકરો જ કરી રહ્યા કાયદાનું ઉલ્લઘન.