Not Set/ અમદાવાદ: ખોદકામ દરમિયાન વીજકરંટ લાગતા બે કામદારોના મોત, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ, અમદાવાદના નિર્ણયનગરમાં ખોદકામ કરતા સમયે બે મજૂરોને વીજ કરંટ લાગતાં તેમના મોત થયા છે. આ ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી છે. વીજ થાંભલા માટે ખોદકામ દરમિયાન જમીન નીચે પસાર થતાં વીજ વાયરના સંપર્કમાં આવતા બે કામદારોને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના […]

Top Stories Ahmedabad

અમદાવાદ,

અમદાવાદના નિર્ણયનગરમાં ખોદકામ કરતા સમયે બે મજૂરોને વીજ કરંટ લાગતાં તેમના મોત થયા છે. આ ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી છે. વીજ થાંભલા માટે ખોદકામ દરમિયાન જમીન નીચે પસાર થતાં વીજ વાયરના સંપર્કમાં આવતા બે કામદારોને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે કામદારોના મોતના પગલે સ્થાનિક લોકોના ટોળા પણ એકઠાં થયા હતા.

અમદાવાદના નિર્ણયનગર સેક્ટર ૪માં આવેલી દિવાળીબાનગર સોસાયટી પાસે આજે મંગળવારે સવારના સમયે વીજ થાંભલાનું કામ ચાલી રહ્યું હતું. જેના માટે બે કામદારોએ ખાડો ખોદ્ય હતો આ દરમિયાન જમીન નીચે પસાર થતો વીજ કેબલ કપાયો હતો.

આ વાતથી અજાણ કામદારોએ વીજ થાંભલો ઉભો કરવા ગયા અને નીચે પસાર થતા કપાયેલા કેબસના સંપર્કમાં આવતા બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

જેના કારણે આ બંને કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. આ ઉપરાંત જમીન નીચે ટોરેન્ટ પાવરની 11 કેવી લાઇન પસાર થતી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.