Crime/ વેજલપુરમાં ચોર ટોળકીનો તરખાટ, એક જ દિવસમાં વધુ ત્રણ ઈકો કારનાં સાઈલેન્સર ચોરાયા

વેજલપુરમાં ચોર ટોળકીનો તરખાટ, એક જ દિવસમાં વધુ ત્રણ ઈકો કારનાં સાઈલેન્સર ચોરાયા

Ahmedabad Gujarat
ક૨ 2 વેજલપુરમાં ચોર ટોળકીનો તરખાટ, એક જ દિવસમાં વધુ ત્રણ ઈકો કારનાં સાઈલેન્સર ચોરાયા

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદના વેજલપુર તેમજ આસપાસનાં વિસ્તારમાં ઈકો કારના સાઈલેન્સર ચોરીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.  વેજલપુરના અંબિકા નગરમાં રહેતા મહેન્દ્રભાઈ પરમારની કારનો પણ સાઈલેન્સર ચોરાઈ જતા આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્રભાઈ છેલ્લા ૧૨ વર્ષથી ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. ૧૧ મી ફેબ્રુઆરીએ તેઓએ પોતાની ઈકો કાર કૃષ્ણધામ ઓડાના મકાનની સામે રેલ્વેના પાટા પાસે પાર્ક કરી હતી, અને 15મી ફેબ્રુઆરીએ તેઓએ પોતાની કાર શરૂ કરતાં કારનો અવાજ બદલાઈ ગયો હતો અને તેઓ ચેક કરતાં તેમની કારના ઓગણીસ હજારની કિંમતના સાઇલેન્સરની ચોરી થઇ હોવાનું તેઓને ધ્યાને આવ્યું હતું.  જેથી આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ક૨ 3 વેજલપુરમાં ચોર ટોળકીનો તરખાટ, એક જ દિવસમાં વધુ ત્રણ ઈકો કારનાં સાઈલેન્સર ચોરાયા

તેવી જ રીતે વેજલપુર વિસ્તારમાં જયસુર્યા એપાર્ટમેન્ટમાં રહેતા અજીતસિંહ રાજપૂતની ઇકો કારનું સાઈલેન્સર પણ ચોરાઈ ગયું હતુ.  સોલા ખાતે આવેલી નવનિધિ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તેઓ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ૧૪મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે તેમના પિતાએ તેમની ગાડી ઘર આગળ મૂકી હતી અને ૩જી માર્ચના રોજ તેઓએ ગામડે લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી ગાડી શરૂ કરી હતી, ત્યારે ગાડીમાં સાઈલેન્સર ચોરી થઈ ગયું હોવાથી ગાડીનો અવાજ બદલાઈ ગયો હતો. જેથી તેઓએ પણ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ક૨ 4 વેજલપુરમાં ચોર ટોળકીનો તરખાટ, એક જ દિવસમાં વધુ ત્રણ ઈકો કારનાં સાઈલેન્સર ચોરાયા

ભાવવધારો / પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારો હંગામી, રેલ્વેએ આપ્યું આ નિવેદન

વેજલપુરનાં ફતેવાડીમાં અલીઝા ફ્લેટમાં રહેતા 58 વર્ષીય લેખક મહેબુબભાઈ મન્સુરી 5મી ફેબ્રુઆરીએ કામથી ભારતી આશ્રમ ગયા હતા અને સાંજે પોતાની ઈકો કાર તેમનાં ફ્લેટની પાસે રોડ પર પાર્ક કરી હતી. 6 ફેબ્રુઆરીએ તેઓએ પોતાની ગાડી શરૂ કરી તો અવાજ બદલાઈ જતા તેઓની કારનું પણ સાઈલેન્સર ગાયબ થઈ ગયુ હોવાનુ ધ્યાને આવતા તેઓએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આમ એક જ દિવસમાં ત્રણ જગ્યાઓએ સાઈલેન્સની ચોરી થતા પોલીસ હરકતમાં આવી છે છતાં ચોર ટોળકી પોલીસ પકડથી દૂર છે.

Covid-19 / રાજ્યમાં ફરી માથું ઉચકતો કોરોના, આજે નોધાયાં 515 નવા કેસ