એક તરફ કોરોના કેસ માં સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ42.૩ ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર નોધાયું .અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો હતો . જેમાં આ શેહરોનું તાપમાન 41 ડિગ્રીને આસપાસ જોવા મળ્યું હતું . જેમાં સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન તેમજ ગાંધીનગરમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોધાયું છે.
લોકો ગરમીથી અકળાય છે.તેમજ ગરમી થી રાહત મેળવવા માટે ઠંડાપીણા નો ઉપયોગ કરી રહ્યા છે . ત્યારે રાજય માં હવામાન વિભાગ દ્વારા હજુ પણ તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.
