Artificial Intelligence/ એર લાઈન્સમાં હવે AI તમારૂં સ્વાગત કરશે

વેબ સમિટ દરમિયાન કતાર એરવેઝમાં AI આધારિત એર હોસ્ટેસનો ડેમો આખી દુનિયાને બતાવ્યો હતો. કંપનીનું કહેવું છે કે આ AI એર હોસ્ટેસ.

Top Stories Tech & Auto
Beginners guide to 2024 03 10T165309.247 એર લાઈન્સમાં હવે AI તમારૂં સ્વાગત કરશે

Artificial Intelligence: છેલ્લા કેટલાક વર્ષોમાં આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ વધ્યો છે. વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. AI નો ઉપયોગ એટલો વધી ગયો છે કે હવે કંપનીઓ AI Human પણ તૈયાર કરી રહી છે. વિશ્વની અગ્રણી એરલાઇન્સમાંની એક એઆઈ એરહોસ્ટેસને તેના કેબિન ક્રૂમાં સામેલ કરી છે.

અત્યાર સુધી ડિજિટલ વેબસાઈટ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે AIની મદદથી ડિજિટલ હ્યુમન બનાવવામાં આવી રહ્યા છે. કતારે પોતાની સરકારી એરલાઇનમાં એર હોસ્ટેસ તરીકે AI સમાનો સમાવેશ કર્યો છે.

વેબ સમિટ દરમિયાન કતાર એરવેઝમાં AI આધારિત એર હોસ્ટેસનો ડેમો આખી દુનિયાને બતાવ્યો હતો. કંપનીનું કહેવું છે કે આ AI એર હોસ્ટેસ કોઈપણ રીતે હ્યુમન કેબિન ક્રૂને રિપ્લેસ નહીં કરે, બલ્કે તેને વધારાની સુવિધા તરીકે સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પગલા બાદ કતાર એરવેઝ એઆઈ એર હોસ્ટ્સને સામેલ કરનારી દુનિયાની પહેલી એરલાઈન બની ગઈ છે.

કતારે એરલાઇન્સમાં ડિજિટલ હ્યુમન્સની રજૂઆત કરીને AIનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આનાથી મુસાફરોને મુસાફરી દરમિયાન નવો અનુભવ મળશે. AI એર હોસ્ટેસ સમાને ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે સામેલ કરતા પહેલા કંપની દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી છે. કંપની તેની AI એર હોસ્ટેસને સતત અપડેટ કરી રહી છે જેથી તે મુસાફરોને રિયલ ટાઈમ જવાબો આપે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ India In UN/ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાની તાત્કાલિક જરૂર: ભારત

આ પણ વાંચોઃ President Election/ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા

આ પણ વાંચોઃ Hit And Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો