કોરોના તો યુ હી બદનામ હો ગયા વરના જમાનેમેં દર્દ યુ હી બહોત હૈ ..જી, હા અત્યારે દુનિયાભરમાં તમામ બીમારીઓ, તકલીફો અને સમસ્યાઓ જાણે સમાપ્ત થઇ ચુકયા છે અને કોરોના એકચક્રી દમનનો કોયડો ઝીંકી રહ્યો છે. પરંતુ ખાસ કરીને ગુજરાતીઓ માટે તે બાબત કદાચ આંચકાજનક હોઈ શકે કે 9 માસના કોરોના કહેર દરમ્યાન લગભગ 4,160 જેટલા લોકોનો જીવ ફક્ત કોરોનાને કારણે જ ગયો છે… જો, કે અમેરિકા માં હાલની સ્થિતિમાં આપણા આ 9 માસના આંકડા જેટલો મૃત્યુઆંક ફક્ત એક દિવસમાં જોવા મળે છે.
આપણ વાંચો – કિસાન આંદોલન / ખેડૂત આંદોલન બની રહ્યું છે ઉગ્ર, આંદોલનથી આમ જનતા મુકાઇ છે મ…
બાય ધ વે, બીજી તરફ આપણે કોરોના ને કોરાણે મૂકી જાન્યુઆરી 2020 થી નવે. દરમ્યાન કોઈપણ કારણોસર થયેલ કુલ મોતનો આંકડો જોઈએ તો લગભગ 3.74 લાખ જેટલા ટોટલ મૃત્યુ થયા છે. જેની પાછળ કોઈપણ નાની મોટી બીમારી, અકસ્માત , આત્મહત્યા કે કોઈપણ અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. ત્યારે બની શકે કે, આપણે તેમ માનીએ કે આ પોણા લાખ મૃત્યુ પ્લસ કોરોના મહામારીને કારણે થયેલ મોતનો સરવાળો અન્ય વર્ષોની તુલનાએ વધારે હોવો જોઈએ.
પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે, 2020 ની તુલના એ 2019 માં નોંધાયેલા કુલ મોત 4.19 લાખ જેટલા રહ્યા છે. મતલબ કે, પ્રતિદિન 1,271 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. 7 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં 3.9 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. જયારે કે, 2019 માં આખા વર્ષનો મૃત્યુ આંક 4.6 લાખ જેટલો હતો. જેમાં આ બંને વર્ષ વચ્ચે 10 % જેટલા વધુ મોત 2019 માં થયા હતા. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા મૃત્યુ નોંધણીના ડેટા આધારે આ માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે કદાચ આશ્ચર્ય પણ થાય કે, મહામારી હોવા છતાં આ વર્ષનો મૃત્યુ આંક ગયા વર્ષની સખામણીમાં ઓછો કેમ? એક વિચાર માંગતો પ્રશ્ન છે.
આપણ વાંચો – Analytics / વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પરંતુ શું પહોંચે છે તમારો આવાજ
ણ છે કે, આપણા નજરઅંદાજીના ખ્યાલના કારણે ક્યાંક મેલેરિયાથી તો ક્યાંક અન્ય નાની-મોટી બીમારીઓ પણ મોતનું કારણ બની શકે છે. જે અંગે વોશિંગટન વિશ્વ વિધાલયના 2017-18 ના એક રિપોર્ટ મુજબ આ વર્ષ દરમ્યાન ભારતમાં જુદી-જુદી બીમારીઓથી લગભગ 1 કરોડ જેટલા લોકોનું મોત થયું હતું. જેમાં 15 લાખ લોકો ફક્ત હાર્ટ એટેકથી જ મૃત્યુ પામ્યા હતા. અને તેનાથી પણ વધૂ ચોંકાવનારી બાબત તો તે છે કે, તે વર્ષે સવા સાત લાખ લોકો ડાયેરિયા જેવી બીમારી જ મોતને ભેટ્યા હતા. ત્યારે આ આંકડા જોઈ લોકો કદાચ કોરોનાણે કોસવાનું બંધ કરે..કેમ કે, ડાયેરિયા જેવી ક્ષુલ્લ્ક બીમારી જ જો મોત નું કારણ બનતી હોય તો ખામી ક્યાંક આપણી સ્વસ્છતા અને નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની પણ છે.
વેલ, રોગચાળા સિવાય દેશમાં રોડ અકસ્માતમાં પણ દર એક મિનિટે એક ગંભીર અકસ્માત થાય છે. અને લગભગ અંદાજિત દર એક કલાકે 16 જેટલા લોકો માર્ગ અકસ્માતમાં મોતને પામે છે . તો 1214 જેટલા રોડ ક્રેશીશ દિવસ દરમ્યાન બનતા રહે છે. 14 વર્ષની અંદરના દરરોજ 20 જેટલા બાળકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. (સોર્સ :નેશનલ કરાઈમ બ્યુરો , મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ હાઇવે ) જો કે, આ સિવાય રોડ-રસ્તા પરના ખાડા, રખડતા ઢોરો પણ આવા અકસ્માતોનું અને મોતનું કારણ બને છે..મતલબ ક્યાંક બેદરકારી પણ આપણા પર તેટલી જ હાવી હોય છે. કોરોના ને કારણે આ વર્ષે અકસ્માતોના આંકડા નહિવત બન્યા છે, જે આપણી બેદરકારીની ચાડી ખાય છે.
આપણ વાંચો – Agricultural Bills / આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની…?
અને આખરમાં, કોરોના વૈશ્વિક મહામારીએ આપણને ક્યાંક હંફાવી દીધા છે, ત્રાસગ્રસ્ત કર્યા છે, આર્થિક રીતે પાયમાલ અને ખુવાર કર્યા છે. તો સાથે સાથે જીવવાની, સલામતીની, સ્વચ્છતાની , અને અન્ય ઘણી તેવી તેવો પાડવા પણ મજબુર કર્યા છે. કે, જેનાથી આગામી સમયમાં કોરોના નહી હોય તો પણ આપણે એક જાગૃત નાગરિક બની શકીશું. સ્વચ્છતાને પ્રાધન્ય આપીશું તો ડાયેરિયા, મલેરિયા અને કોલેરા મોતનું કારણ નહી બની શકે .. દરકારી રાખીશું તો અકસ્માતો ઘટશે.. અન્યથા બારબાદીઓ કે મંજર ઓર ભી હૈ… તે ના ભુલાય ..
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…