રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ વર્ષના જુલાઈમાં બિઝનેસવુમન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. જામનગરમાં યોજાયેલ લગ્નના પ્રિ-સેલિબ્રેશનમાં વિશ્વભરની મહાનહસ્તીઓએ હાજરી આપી હતી. જામનગરના 3 દિવસીય સેલિબ્રેશનની ચર્ચાઓ મીડિયામાં ખૂબ જોવા મળી હતી. ત્યારે હવે એવું કહેવાય છે કે યુકેમાં અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી જુલાઈમાં લંડનમાં સૌથી જૂની કન્ટ્રી કલબ સ્ટોક પાર્ક હાઉસમાં યોજાઈ શકે છે. નીતા અંબાણી પોતે લગ્નની તૈયારીઓ જોઈ રહી છે. કહેવાય છે કે અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટના લગ્ન વધુ ભવ્ય હશે.
રિપોર્ટ અનુસાર, તેમના લગ્નનો એક કાર્યક્રમ લંડનમાં થવાની ધારણા છે. બોલિવૂડ સેલિબ્રિટીઓને પહેલાથી જ ડેટ રિઝર્વ કરવા અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્ષોથી, બ્રિટનમાં સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ ઘણા જાણીતા પ્રવાસીઓ અને મહેમાનો માટેનું ઘર છે. રાજવી પરિવારના મહેમાનો પોતે તેમની મહત્વપૂર્ણ ઘટનાઓ અને તહેવારો દરમિયાન અહીં રોકાતા હતા. સ્ટોકપાર્ક બ્રિટનની રાણી એલિઝાબેથનું ઘર હતું. અને વર્ષ 1908 પછી તેને કન્ટ્રી કલબમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. સ્ટોક પાર્કમાં યોજાનારી ઇવેન્ટમાં કોકટેલ અથવા સંગીત નાઇટ થીમ હોવાની અપેક્ષા છે. વર્ષ 1066માં બનાવવામાં આવેલ સ્ટોક પાર્ક 300 એકરમાં ફેલાયેલ લકઝુરિયસ હોટેલ છે. આ હોટલમાં 49 લકઝરીયુસ રૂમો છે સાથે બગીચા, સ્મારક, સ્પા, કલબ હાઉસ, રેસ્ટોરન્ટ, જીમ, ફિટનેસ સેન્ટર, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ સહિતની તમામ સુવિધાઓ છે.
આ મહિનાના આરંભમાં ચુસ્ત સુરક્ષા સાથે દુબઈના એક મોલમાં અનંત અને રાધિકા ખરીદી કરી રહ્યા હોવાનું જોવા મળતા તેમના લગ્નને લઈને ફરી ચર્ચામાં છે. જો કે જો કે, હજુ સુધી આ સમાચારોની પુષ્ટિ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે જાન્યુઆરી 2023 માં પરંપરાગત સમારોહમાં અનંત અને રાધિકાની સગાઈની જાહેરાત કરી હતી. અંબાણીના મુંબઈના ઘર, એન્ટિલામાં નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ ખાનગી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનંત અંબાણી અંબાણી અને તેમની મંગેતર, રાધિકા મર્ચન્ટ, મુકેશ અને નીતા અંબાણીએ આ વર્ષના માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં એક ભવ્ય ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટની ચર્ચાઓ ઘણા દિવસોથી મીડિયામાં ચાલી. આ ઇવેન્ટને પગલે 1 માર્ચથી 3 માર્ચ સુધી, સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય હસ્તીઓ, બોલિવૂડ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકોએ જામનગર ગાલાની મુલાકાત લીધી હતી.
અનંત અને રાધિકાએ ડિસેમ્બર 2022 માં વિશ્વ સમક્ષ તેમના સંબંધોની ઔપચારિક જાહેરાત કરવા માટે રોકા સેરેમની કરી હતી. બંને બાળપણથી જ એકબીજાને જાણતા હોવાના અહેવાલ છે, પરંતુ 2018 સુધી તેમની મિત્રતાએ ધ્યાન ખેંચ્યું ન હતું કારણ કે તેમના એક સરખા કપડાં પહેરેલા ફોટો સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યા હતા. ત્યારથી રાધિકા અવારનવાર અંબાણી પરિવાર સાથે જોડાયેલી ઈવેન્ટ્સમાં જોવા મળે છે.
આ પણ વાંચો:રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર
આ પણ વાંચો: મુખ્તાર અંસારીનું મોત ઝેરથી થયું હતું? વિસરા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
આ પણ વાંચો: સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત,SIPRIના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો