Not Set/ AIADMK માં દીપા અને શશિકલા સત્તાને લઇને સામ સામે, દીપાએ શશિકલા પર કર્યા પ્રહાર

નવી દિલ્લીઃ જયલલીતાના મૃત્યુ બાદ AIADMK પક્ષમાં શશિકલા અને દીપા વચ્ચે ઉતરાધિકારને લઇને સામ સામે આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. દીપાએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે, પક્ષમાં શશિકલા કે બીજા અન્ય કોઇ જયલલીતાના ઉતરાધિકારી નથી. દીપાએ શશિકલા તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે, જયલલીતા તે લોકોને રાજનીતિથી બહાર રાખવા […]

India

નવી દિલ્લીઃ જયલલીતાના મૃત્યુ બાદ AIADMK પક્ષમાં શશિકલા અને દીપા વચ્ચે ઉતરાધિકારને લઇને સામ સામે આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. દીપાએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે, પક્ષમાં શશિકલા કે બીજા અન્ય કોઇ જયલલીતાના ઉતરાધિકારી નથી. દીપાએ શશિકલા તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે, જયલલીતા તે લોકોને રાજનીતિથી બહાર રાખવા માંગતી હતી. વધુમાં દીપાએ શશિકલા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓએ જયલલીતાની પીઠ પાછળ ઘણુ એવુ કર્યું હતું જેથી મારી ફઇબા તેમનાથી નારાજ હતા.

શશિકલા જયલલીતાની સૌથી નજીકની માનવામાં આવે છે. અમ્માના નિધન બાદ તેમને પક્ષની કમાન સંભાળી લેવી જોઇએ. એવી અટકળો વચ્ચે સોશિયલ મીડયામાં તેની નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી હતી.