જાહેરાત/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારની 3 બેઠકો પર ઉમેદવારની કરી ઘોષણા

રાજ્યમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો નથી, હવે આમ આદમી પાર્ટી સાથે AIMIM પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે

Top Stories Gujarat
1 123 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારની 3 બેઠકો પર ઉમેદવારની કરી ઘોષણા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો  જ બાકી છે, રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળે તો નવાઇ નહીં.રાજ્યમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો નથી, હવે આમ આદમી પાર્ટી સાથે AIMIM પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. હાલ રાજ્યમાં આમ આદમી પાર્ટી સક્રીય જોવા મળી રહી છે,હાલમાં જે તેમણે બે તબ્બકામાં ઉમેદવારની યાદી બહાર પાડી દીધી છે. કોંગ્રેસ પણ આ મામલે સક્રીય જોવા મળી રહી છે.AIMIMના અસદ ઓવૈસીએ રાજ્યની 3 બેઠકો પર પોતાના ઉમેદવારની ઘોષણા કરી છે. જેમાં અમદાવાદની જમાલપુર ખાડિયાની બેઠક અને દાણીલીમડા બેઠક સહિત સુરતની બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ જમાલપુરમાંથી AIMIMના ઉમેદવાર તરીકે પ્રદેશ પ્રમુખ સાબીરકાબલીવાળાને ટિકિટ ફાળવવામાં આવી છે, જ્યારે દાણીલીમડા બેઠક પર કૌશિકા બેન પરમારની જાહેરાત કરવામાં આવી છે અને સુરત પૂર્વમાં વસીમ કુરૈશીની જાહેરાત કરવામાં આવી છે.

AIMIM પાર્ટી હાલ રાજ્યમાં સક્રીય રીતે આગળ વધી રહી છે, જે પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM પાર્ટીનએ સારો દેખાવ કર્યો છે. જેના લીધે હવે વિધાનસભાની ચૂંટણી માટે હાલ સક્રીયતા વધારી દીધી છે.આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર AIMIM ગુજરાતની અંદાજિત 65  વિધાનસભાની બેઠકો પર ચૂટણી લડવાની તૈયારી કરી રહી છે.