Bollywood/ પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’માં અજય દેવગન નિભાવશે રામ કે રાવણની ભૂમિકા? જાણો શું સત્ય

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અજય દેવગન ‘આદિપુરુષ’ ફિલ્મનો ભાગ બનશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે ભગવાન રામની ભૂમિકા નિભાવવા માંગે છે,

Entertainment
aa 2 પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'માં અજય દેવગન નિભાવશે રામ કે રાવણની ભૂમિકા? જાણો શું સત્ય

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અજય દેવગન ‘આદિપુરુષ’ ફિલ્મનો ભાગ બનશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે ભગવાન રામની ભૂમિકા નિભાવવા માંગે છે, પરંતુ તેમને રાવણની ભૂમિકાની ઓફર કરવામાં આવી રહી હતી, જેના કારણે તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હવે અજયના પ્રવક્તાએ આ અહેવાલોને નકારી દીધો છે.’

Adipurush: Ajay Devgn To Play Lord Shiva In Prabhas & Saif Ali Khan Starrer?

અજય દેવગનના પ્રવક્તાએ આ અહેવાલોને નકારી કાઢતાં કહ્યું હતું કે અજય દેવગનને ન તો રાવણની કે ન તો રામ અને ન તો નેગેટીવ ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ, પ્રવક્તાએ કહ્યું કે, અજય દેવગનને આદિપુરુષના નિર્માતાઓ વતી કોઈ ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો ન હતો.

Bollywood: સોનુ સૂદે બાળકીની સર્જરીની ઉઠાવી જવાબદારી, ચાહકોએ કર્યા વખાણ…

અગાઉ એવા અહેવાલો હતા કે અજય દેવગન આદિપુરુષ મૂવીમાં ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે ફિલ્મ આદિપુરુષ એક મેગા બજેટ ફિલ્મ છે. આમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સૈફ અલી ખાન આ ફિલ્મમાં નેગેટીવ ભૂમિકા ભજવશે. તેના પાત્રનું નામ લંકેશ હશે.

Ajay Devgn To Play Character Of Lord Shiva In Prabhas Starrer Adipurush - प्रभास की आदिपुरुष में अजय देवगन बनेंगे भगवान शिव? - DesiMartini

Photos: જાણો, કેમ જેકલીન ફર્નાન્ડિઝે ટોપલેસ ફોટા શેર કરીને ચાહકોનો માન્યો – આભાર…

આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું છે. આ પહેલા તેણે અજય દેવગનની ફિલ્મ તાનાજી: અનસંગ વોરિયરનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાને વિલનનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. કાજોલ, શરદ કેલકર પણ આ ફિલ્મનો ભાગ હતા.