Political/ સપા નેતાઓનાં ઘરે દરોડા બાદ અખિલેશ બગડ્યા, કહ્યુ- હવે UP માં ચૂંટણી લડવા IT પણ આવ્યું

શનિવારે SP નેતાઓનાં ઘર અને ઓફિસોમાં IT વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે આ દરોડા પર હવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું એક નિવેદન સામે આવ્યુ છે.

Top Stories India
અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે, 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યાર તમામ પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે આજે શનિવારે SP નેતાઓનાં ઘર અને ઓફિસોમાં IT વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે આ દરોડા પર હવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું એક નિવેદન સામે આવ્યુ છે.

આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો

ઉત્તર પ્રદેશમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આવકવેરા વિભાગે રાષ્ટ્રીય સચિવ અને રાજ્યનાં મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટીનાં પ્રવક્તા રાજીવ રાયનાં મઉ સ્થિત ઠેંકાણા પર દરોડા પાડ્યા છે. આવકવેરાની આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. સમાજવાદી પાર્ટીનાં કાર્યકરોએ રાજીવ રાયનાં નિવાસસ્થાને હંગામો મચાવ્યો હતો અને કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ પહેલા શનિવારે આવકવેરા વિભાગનાં અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ દળો સાથે રાજીવ રાયનાં ઘરે પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પર હવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જો ભાજપની હાર હેરાન કરશે તો દિલ્હીથી મોટા નેતાઓ આવશે. હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવ્યું છે, પછી ED અને CBI આવશે. હવે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માટે આવકવેરા વિભાગ પણ આવી ગયુ છે. ભાજપ પાસે કોઈ નવો રસ્તો નથી. જણાવી દઇએ કે, સપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે સપા પ્રવક્તા રાજીવ રાયનાં સ્થાન પર પાડવામાં આવેલા દરોડા પર કહ્યું કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધુ કરવામાં આવી રહ્યું છે. ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કેમ જોવામાં આવતું નથી? પાર્ટી અને નેતાઓ આનાથી ડરતા નથી. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનાં રસ્તે ચાલી રહી છે. કોંગ્રેસનો જૂનો ઈતિહાસ જોઈ લો, જ્યારે પણ ધાકધમકી આવી ત્યારે આ સંસ્થાઓનો ઉપયોગ ડરાવવા માટે થતો હતો. અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ કહેતી હતી કે અમે રામ રાજ્ય લાવીશું. પરંતુ સમાજવાદનો માર્ગ રામ રાજ્ય લાવશે.

આ પણ વાંચો – ડરાવી રહ્યો છે ઓમિક્રોન! / મુંબઈની એક સ્કૂલમાં 16 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, વહીવટીતંત્રમાં મચ્યો ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગની ટીમે શનિવારે સવારે લખનઉ, મૈનપુરી, મઉમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનાં નજીકનાં મિત્રો અને સપા નેતાઓનાં ઘરો અને કેમ્પ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. મૈનપુરીનાં મનોજ યાદવ, લખનઉનાં પૂર્વ CM નાં ઓએસડી જૈનેન્દ્ર યાદવ અને મઉનાં રાજીવ રાય સહિત એક ડઝનથી વધુ નેતાઓ સામેલ છે. લખનઉમાં આંબેડકર પાર્ક પાસે સ્થિત જૈનેન્દ્ર યાદવનાં ઘરે આવકવેરાનાં દરોડા પડ્યા છે. બીજી તરફ મઉમાં સપા નેતા રાજીવ રાયની કેમ્પ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની માહિતી મળતા જ ડઝનબંધ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને હંગામો મચાવ્યો હતો. હંગામો વધવાની આશંકાથી ભારે પોલીસ ફોર્સને સ્થળ પર બોલાવવામાં આવી.