Not Set/ અખિલેશ યાદવ એક મહિનો પાકિસ્તાન રહેવા જશે, ત્યારે તેમને સમજાશે : સ્વતંત્ર દેેવ સિંહ

ઉત્તર પ્રદેશનાં ભાજપનાં અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે મથુરામાં સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું, ‘અખિલેશે એક મહિનો પાકિસ્તાનમાં રહેવું જોઈએ અને ત્યાંના મંદિરોમાં પ્રાર્થના કરવી જોઈએ, જેથી તેમને ત્યાં રહેતા હિન્દુઓની સ્થિતિ વિશે જાણ થઈ શકે.’ આ દરમિયાન તેમણે એનપીઆર અને એનઆરસીનો વિરોધ કરવા માટે અખિલેશ યાદવને […]

Top Stories India
Swatantra Dev Singh અખિલેશ યાદવ એક મહિનો પાકિસ્તાન રહેવા જશે, ત્યારે તેમને સમજાશે : સ્વતંત્ર દેેવ સિંહ

ઉત્તર પ્રદેશનાં ભાજપનાં અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે મથુરામાં સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું, ‘અખિલેશે એક મહિનો પાકિસ્તાનમાં રહેવું જોઈએ અને ત્યાંના મંદિરોમાં પ્રાર્થના કરવી જોઈએ, જેથી તેમને ત્યાં રહેતા હિન્દુઓની સ્થિતિ વિશે જાણ થઈ શકે.’ આ દરમિયાન તેમણે એનપીઆર અને એનઆરસીનો વિરોધ કરવા માટે અખિલેશ યાદવને આડે હાથ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવે 29 ડિસેમ્બરમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) દેશનાં ગરીબો અને લઘુમતીઓ વિરુદ્ધ છે, અને તે એનપીઆરનું ફોર્મ નહીં ભરે. સ્વતંત્ર દેવ સિંહે વૃંદાવન સ્થિત ગૌશાળામાં અખિલેશ યાદવનાં આ નિવેદન પર જોરદાર નિશાનો સાધ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું, ‘અખિલેશને એક મહિનો પાકિસ્તાનમાં રહેવું જોઈએ અને હિન્દુ મંદિરોમાં પૂજા કરવી જોઈએ, ત્યારબાદ તેઓ સમજી શકશે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર કેવો અત્યાચાર થઈ રહ્યો છે.’

સ્વતંત્ર દેવ સિંહે કહ્યું, “એનપીઆરમાં કંઈપણ ખોટું નથી કારણ કે તેમાં આધારકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરળ વિકલ્પો છે.” તેમણે અખિલેશ યાદવ પર તેમની પાર્ટીનાં કાર્યકર્તાઓની અવગણનાં અને પરિવારને આગળ વધારવાનો આરોપ પણ મૂક્યો હતો. આ સાથે તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ સીએએ વિશે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સીએએ ગરીબોનાં હિતમાં છે અને તેથી તેના પર સ્વસ્થ રાજનીતિ થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.