UP Election/ ચૂંટણીમાં અખિલેશ યાદવની જીત થશે?, મમતા બેનર્જી લખનૌમાં કરશે પ્રચાર

મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સમાજવાદી પાર્ટીના સમર્થનમાં યુપી જઈ રહ્યા છે. મમતા બેનર્જી અખિલેશ યાદવને ચૂંટણીમાં સમર્થન આપવા બે દિવસીય પ્રવાસે લખનૌ આવી રહ્યા છે. આવતીકાલે સમાજવાદી પાર્ટીના સમર્થન લખનૌમાં પ્રચાર પણ કરશે

Top Stories India
મમતા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સમાજવાદી પાર્ટીના સમર્થનમાં યુપી જઈ રહ્યા છે. મમતા બેનર્જી અખિલેશ યાદવને ચૂંટણીમાં સમર્થન આપવા બે દિવસીય પ્રવાસે લખનૌ આવી રહ્યા છે. આવતીકાલે સમાજવાદી પાર્ટીના સમર્થન લખનૌમાં પ્રચાર પણ કરશે

આ પણ વાંચો: કોરોનાના બુસ્ટર ડોઝ લીધા પછીનાં લક્ષણો, જાણો…

મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે મોડી સાંજે લખનૌ પહોંચશે. મળતી માહિતી મુજબ, મમતા બેનર્જી સોમવારે અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે, અને વર્ચ્યુઅલ સભાને પણ સંબોધિત કરી શકે છે. લખનૌ જતા પહેલા મમતા બેનર્જીએ કહ્યું કે, તે અખિલેશ યાદવના પક્ષમાં પ્રચાર કરવા જઈ રહી છે. જો જનતા સાથ આપશે તો અખિલેશ યાદવ જીતી શકે છે. તેણીએ કહ્યું કે, તે ચૂંટણી પ્રચાર માટે વારાણસી પણ જશે.

ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. પશ્ચિમ બંગાળના રવીન્દ્ર સદનમાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સીએમ મમતા બેનર્જી લખનૌ જતા પહેલા રવીન્દ્ર સદન પહોંચ્યા અને સુર કોકિલાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી 15 દિવસ સુધી રાજ્યમાં દરેક જાહેર સ્થળો, સરકારી ઓફિસો અને ટ્રાફિક સિગ્નલો પર લતા મંગેશકરના ગીતો વગાડવાની જાહેરાત કરી હતી. આ સાથે બંગાળ સરકારે જાહેરાત કરી છે કે, સોમવાર 7 ફેબ્રુઆરીએ અડધા દિવસની રજા રહેશે. સોમવારે બપોરે 2 વાગ્યા પછી રજા જાહેર કરવામાં આવી છે.

મમતા બેનર્જીએ વઘુમાં કહ્યું કે, હું સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કરવા જઈ રહી છું. અખિલેશે આમંત્રણ આપ્યું છે હું ઈચ્છું છું કે, સમાજવાદી પાર્ટી જીતે. અખિલેશજી જે લડાઈ લડી રહ્યા છે તેને દરેકે સમર્થન આપવાની જરૂર છે. ભાજપ હારે અને સમાજવાદી પાર્ટી જીતે. હું વિધાનસભાની ચૂંટણી લડી રહી નથી, પણ હું જાઉં છું. અખિલેશજી ખંતથી લડી રહ્યા છે, જો લોકો સમર્થન આપશે તો તેઓ જીતશે તેવી આશા છે.

આ પણ વાંચો:ભુજમાં કોંગ્રેસની પદયાત્રા, કોવિડથી મોતને ભેટેલા મૃતકના સ્વજનોને આપો 4 લાખ

આ પણ વાંચો:નોઈડામાં 40 માળની બંને સુપરટેક બિલ્ડીંગોને બે અઠવાડિયામાં તોડી પાડોઃ SC