Gandhinagar News/ ગાંધીનગર અક્ષરધામમાં 10,000 દીવડાઓ સાથે દીપોત્સવની ઉજવણી, 8 નવેમ્બરથી 8 દિવસ માણી શકાશે રોશનીનો નજારો

દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગરના અક્ષરધામમાં દીપોત્સવી પર્વની ઉજવણી(Akshardham Deepotsav)કરાશે

Gandhinagar Gujarat Breaking News
Akshardham Deepotsav

Gandhinagar News: ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં 8 થી 15 નવેમ્બર દરમિયાન દીપાવલી પર્વ(Akshardham Deepotsav)ની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે. સતત 34મા વર્ષે 10,000 દીવડાઓ પ્રગટાવી સનાતન સંસ્કૃતિના મૂલ્યો ઉજાગર કરાશે. આ વર્ષે 12 ફૂટ × 8 ફૂટની રંગોળી દ્વારા ‘જીવનમાં શાશ્વત સુખ માટે કયો માર્ગ અપનાવવો?’ એવો સંદેશ અપાશે.

Akshardham Deepotsav : દીપોત્સવ દર્શનનો સમય

akshardham deepotsav
akshardham-deepotsav-10000-diyas-gandhinagar

ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર 8 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે. અક્ષરધામ પરિસરમાં સતત 34મા વર્ષે 10,000 દીવડાઓની નયનરમ્ય હારમાળા પ્રગટાવાશે. દીપોત્સવ દર્શનનો સમય(Deepotsav Darshan Time) 8 થી 15 નવેમ્બર દરમિયાન સાંજે 6:00 થી 7:45 વાગ્યા સુધીનો રહેશે. સોમવાર, 09-11-2026ના રોજ પણ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ મુખ્ય આકર્ષણો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

ગ્લો ગાર્ડન અને નીલકંઠ વાટિકા આકર્ષણનું કેન્દ્ર

સંધ્યા સમયે હજારો દીવડાઓની રોશની વચ્ચે અક્ષરધામ મંદિર ઝળહળી ઊઠશે. હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ગ્લો ગાર્ડન(Glow Garden) અને આકર્ષક લાઈટિંગવાળી નીલકંઠ વાટિકા(Neelkanth Vatika) પણ જોવા મળશે. 108 ગૌમુખમાંથી વહેતી સંગીતમય જલધારા વચ્ચે બિરાજમાન તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની રમણીય મૂર્તિ મુલાકાતીઓને ‘સત્યમ્ – શિવમ્ – સુંદરમ્’ની દિવ્ય અનુભૂતિ કરાવશે.

શાશ્વત સુખના માર્ગનો સંદેશ આપતી રંગોળી

દીપાવલી પર્વ નિમિત્તે મહામંદિરના ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ 12 ફૂટ × 8 ફૂટની આકર્ષક રંગોળી(Akshardham Rangoli) તૈયાર કરવામાં આવી છે. માનવમાત્રના મનમાં ઉદ્ભવતા સનાતન પ્રશ્ન ‘જીવનમાં શાશ્વત સુખ માટે કયો માર્ગ અપનાવવો?’ એ થીમ પર આ રંગોળી આધારિત છે. તે મહાભારતના પ્રસિદ્ધ શ્લોક ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ શીર્ષક હેઠળ તૈયાર કરાઈ છે. તેનો અર્થ છે કે શાશ્વત સુખ માટે મહાપુરુષોએ કંડારેલા માર્ગનું અનુસરણ કરો.


આ પણ વાંચો: અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો

આ પણ વાંચો: બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા અક્ષરધામ મંદિર,

આ પણ વાંચો: દિલ્હીના અક્ષરધામ મંદિરમાંથી પકડાયા ત્રણ આતંકવાદી