Not Set/ પાટણ MLA  કિરીટ પટેલનો CMને પત્ર, સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પ્રશ્નો સત્વરે ઉકેલવા માંગ

કોંગ્રેસ ના પાટણ વિધાનસભા ના ધારાસભ્ય કિરીટ પટેલે આજે મુખ્યમંત્રી ને પત્ર લખી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ના પડતર  પ્રશ્નો નું સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં સીધી ભરતી થી નિમાયેલા શિક્ષકો ના પ્રશ્નો ઘણા […]

Gujarat Others

કોંગ્રેસ ના પાટણ વિધાનસભા ના ધારાસભ્ય કિરીટ પટેલે આજે મુખ્યમંત્રી ને પત્ર લખી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ના પડતર  પ્રશ્નો નું સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં સીધી ભરતી થી નિમાયેલા શિક્ષકો ના પ્રશ્નો ઘણા લાંબા સમય થી લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ આજ સુધી પડતર રહ્યા છે તો તેનો સત્વરે ઉકેલ લાવશો.

આ શીક્ષકો ને આશરે 25 વર્ષ થી વધુ સેવા આપ્યા બાદ પણ પ્રમોશન ના લાભ આપવામાં આવેલ નથી, 830 જેટલી મંજુર થયેલી જગ્યા ઓ છે જે પૈકી 257 જેટલી જગ્યા ઓ પર સીધી ભરતીથી વર્ગ 2 ના અધિકારીઓ નિમાયેલા છે, હજુ 573 શિક્ષણ સેવા વર્ગ 2ની જગ્યા ઓ ખાલી છે, જેની શાળામાં વહીવટ તેમજ જાહેર પરીક્ષા ના પરિણામો પર માઠી અસર પડે છે.વર્ગ 2 માં પગાર ધોરણ તેઓ મેળવે છે જેથી સરકાર પર નાણાકીય બોજ પડે તેમ નથી..તેથી તેમની માંગણી પુરી કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.