મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા શ્રોતાઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં આજ સાંજ સુધીમાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે.
પરંતુ ખૂબી ની વાત છે કે કથાકાર મોરારી બાપુની ખ્યાતિ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં હોવા છતાં તેમના મુખેથી કથાનું રસપાન કરનારા શ્રોતાઓનો મોટો વર્ગ હોવા છતાંયે 5 ઓગસ્ટ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર ભૂમિપૂજનમાં મોરારી બાપુને આમંત્રણ મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
