Not Set/ ફોર્બ્સ લિસ્ટમાં અક્ષય કુમારનો દબદબો, કમાણીમાં જૈકી ચેન અને વિલ સ્મિથ જેવા એક્ટરોને છોડ્યા પાછળ

મિશન મંગલનાં અભિનેતા અક્ષય કુમારનો ફોર્બ્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષય વિશ્વની સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં ચોથા ક્રમે પહોચી ગયો છે. અક્ષય કુમારે તમામ ભારતીય કલાકારોને માત આપી છે. આ સૂચિ જૂન 2018 થી જૂન 2019 સુધીનાં અભિનેતાઓની કમાણીનાં ડેટાનાં આધારે બનાવવામાં આવી છે. અક્ષય કુમાર 486 કરોડની કુલ કમાણી સાથે આ […]

Uncategorized Entertainment
akshay454 ફોર્બ્સ લિસ્ટમાં અક્ષય કુમારનો દબદબો, કમાણીમાં જૈકી ચેન અને વિલ સ્મિથ જેવા એક્ટરોને છોડ્યા પાછળ

મિશન મંગલનાં અભિનેતા અક્ષય કુમારનો ફોર્બ્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષય વિશ્વની સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં ચોથા ક્રમે પહોચી ગયો છે. અક્ષય કુમારે તમામ ભારતીય કલાકારોને માત આપી છે. આ સૂચિ જૂન 2018 થી જૂન 2019 સુધીનાં અભિનેતાઓની કમાણીનાં ડેટાનાં આધારે બનાવવામાં આવી છે. અક્ષય કુમાર 486 કરોડની કુલ કમાણી સાથે આ યાદીમાં ચોથું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. અક્ષય કુમાર એકમાત્ર બોલિવૂડ અભિનેતા છે જેણે આ યાદીમાં ટોપ 10 માં સ્થાન બનાવ્યુ છે.

ફોર્બ્સની આ યાદીમાં WWE રેસલર અને હોલીવુડનાં સુપરસ્ટાર ડ્વેન જહોનસન ઉર્ફે ‘ધ રોક’ એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જોનસનની કુલ આવક 89.4 મિલિયન ડોલર એટલે કે લગભગ 639 કરોડ રૂપિયા છે. વળી ચીની અભિનેતા જૈકી ચેનને આ સૂચિમાં પાંચમું સ્થાન મળ્યું છે. તેની કુલ કમાણી 58 મિલિયન ડોલર છે.

અક્ષય કુમારે આ યાદિમાં માત્ર જૈકી ચેન જ નહી પણ બ્રેડલી કૂપર, એડમ સેન્ડલર, ક્રિસ એવન્સ, પોલ રુડ અને વિલ સ્મિથ જેવા ધુરંધરોને પછાડ્યા છે. ગત વર્ષે બોલિવૂડનાં એકમાત્ર અભિનેતા રણવીર સિંહને ટોપ 10 માં આઠમું સ્થાન મળ્યુ હતુ પરંતુ આ વખતે રણવીર આ યાદીમાંથી બહાર છે.

દુનિયાનાં દસ સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સ

1 ડ્વેન જહોનસન 89.4 મિલિયન ડોલર
2 ક્રિસ હેમ્સવર્થ 76.4 મિલિયન ડોલર
3 રોબર્ટ ડાઉની જુનિયર 66 મિલિયન ડોલર
4 અક્ષય કુમાર 65 મિલિયન ડોલર
5 જૈકી ચેન 58 મિલિયન ડોલર
6 બ્રેડલી કૂપર 57 મિલિયન ડોલર
7 એડમ સેંડલર 57 મિલિયન ડોલર
8 ક્રિસ એવેન્સ 43.5 મિલિયન ડોલર
9 પોલ રુડ 41 મિલિયન ડોલર
10 વિલ સ્મિથ 35 મિલિયન ડોલર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.