Not Set/ દારુબંધી? અમદાવાદમાં પાણીની બોટલમાં વોડકા, આણંદમાં ખુલ્લે આમ વેચાણ

દારુનું વેચાણ કરવા માટેનાં બુટલેગરો નવા નવા અનેક રસ્તા શોધતા જ રહે છે, એક ટેકનિક જુની થાય એટલે બીજી શોધવામાં આવે અને બીજી જુની થતા ત્રીજી.  સરકાર ગમે તેવો કડક જાપ્તો રાખે અને ગમે તેટલા ગુજરાતમાં દારુબંધીનાં અમલનાં દાવા કરે પરંતુ જ્યા સુધી આવા ક્રિએટીવ બુટલેગરો છે ત્યા સુધી સરકાર અને પોલીસ તંત્રને દારુબંધીની અમલ […]

Top Stories Ahmedabad Gujarat Others
daru દારુબંધી? અમદાવાદમાં પાણીની બોટલમાં વોડકા, આણંદમાં ખુલ્લે આમ વેચાણ

દારુનું વેચાણ કરવા માટેનાં બુટલેગરો નવા નવા અનેક રસ્તા શોધતા જ રહે છે, એક ટેકનિક જુની થાય એટલે બીજી શોધવામાં આવે અને બીજી જુની થતા ત્રીજી.  સરકાર ગમે તેવો કડક જાપ્તો રાખે અને ગમે તેટલા ગુજરાતમાં દારુબંધીનાં અમલનાં દાવા કરે પરંતુ જ્યા સુધી આવા ક્રિએટીવ બુટલેગરો છે ત્યા સુધી સરકાર અને પોલીસ તંત્રને દારુબંધીની અમલ કરાવવામાં નાકે દમ આવી જાવાનો છે તે પાકી વાત છે. જી હા અને આવ બાબતને પુષ્ટી આપતી બે ઘટના ગુજરાતમાંથી સામે આવી છે. અમદાવાદ અને આણંદ ખાતેથી દારુનું વેચાણ ઝડપી પાડવામાં આવ્યું છે.

અમદાવાદમાં પાણીની બોટલમાં વોડકા

અમદાવાદમાં બુટલેગરની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. નવા પેંતરામાં દારૂની હેરાફેરીમાં પાણીની બોટલોમાં વોડકા, દારૂની ડીલેવરી કરતો બુટલેગર ઝડપાયો છે.  જી હા વોડકાનો કલર પાણી જેવો જ હોય છે, તો હવે બુટલેગરો દ્વારા કલરનો લાભ લેવામાં આવી રહ્યો હોય તેવું જાણવામાં આવી રહ્યું છે. અને પાણીની બોટલમાં દારુ સપ્લાય કરવામાં આવી રહ્યાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ક્રાઈમ બ્રાંચે એક શખ્સને 36 લીટર વોડકા દારુ સાથે ઝડપી પાડતા, આ સમગ્ર કારસો સામે આવ્યો હતો. ધર્મેન્દ્ર ઉર્ફે પપ્પુ પટેલ નામનો બુટલેગર નવી ટેનિક સાથે દારુ સપ્લાય કરતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ગોતા બ્રિજ પાસેથી ઝડપાયો હતો. પોલીસ દ્વારા તમામ માલ સામાન જાપ્તામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આણંદમાં ખુલ્લે આમ વેચાણ

આણંદમાં ધોળા દિવસે દારૂનું વેંચાણ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સરકાર અને પોલીસના દારૂબંધીના દાવા પોકળ સાબિત થતા જોવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લાના તારાપુર ખાતેની ઘટના આ વાતની પુષ્ટી આપી રહી છે. ધોળા દિવસે દારૂની ડિલિવરી કરતા શખ્સો કેમેરામાં કેદ થયા છે. ઘટનાના વીડિયો વાયરલ થતા પોલીસ પણ ક્ષોભ જનક સ્થિતીમાં મુકાઇ ગઇ છે. ત્યારે જોવાનુ એ છે કે, હવે પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.