મુન્દ્રા/ 21000 હજાર કરોડ ના ચકચારી ડ્રગ્સ કાંડ બાદ કસ્ટમ વિભાગ બન્યું એલર્ટ

પાકિસ્તાન તેની નાપાક હરકત થી બાઝ ના આવતા આ બધો માલ વાયા અફઘાનિસ્તાન, ઈરાન તેમજ સંયુંક્ત આરબ અમીરાતના રસ્તે ભારતમાં ઘુસેડવાનો પ્રયાસ વારંવાર કરતુ રહે છે,

Top Stories Gujarat Others
constitution india 21000 હજાર કરોડ ના ચકચારી ડ્રગ્સ કાંડ બાદ કસ્ટમ વિભાગ બન્યું એલર્ટ

આખા દેશ માં ચકચાર મચાવી નાખનાર ડ્રગ્સ કાંડ બાદ ખાસ ક્યાંક ને ક્યાંક કસ્ટમ વિભાગની છબી ખરડાઈ હતી. તેમાંય ડ્રગ્સનું એક શિપમેન્ટ પહેલા નીકળી ગયું હોવાનું પ્રકાશ માં આવ્યું હતું, જે પછી કસ્ટમ વિભાગે ઘણી આંતરિક બદલીઓ કરીને ધરખમ અધિકારીઓ બેસાડવામાં આવ્યા હતા. જે પછી કસ્ટમ વિભાગ મોટા ભાગે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.

છેલ્લા 3-4 મહિના માં કસ્ટમના હાથે એક મોડ્સ ઓપરેન્ડી હાથ લાગી હતી. કે જેમાં પાકિસ્તાનથી આવતા માલસામાન વાયા અફઘાનિસ્તાન, ઈરાન તેમજ દુબઇ મારફતે લાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્ઞાત થાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્યાપારિક સંબંધ હતા જેના કારણે કરોડોના માલસામાનની લે વેહેંચ બંને દેશો વચ્ચે સામાન્ય હતી, પણ પુલવામાં થયેલા હુમલા બાદ ભારત સરકારે નીતિ બદલતા પાકિસ્તાન સાથે ના તમામ વ્યપારી  સંબંધ તોડી નાખ્યા હતા.

તેમજ પાકિસ્તાનથી આવતા માલ ઉપર 200% કસ્ટમ ડ્યુટી લાદી દીધી હતી, જેના કારણે પાકિસ્તાનમાં નિર્મિત માલ મંગાવાનું ભારતીય એક્સપોર્ટરો એ બંધ કરી નાખ્યું હતું. જેના કારણે પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. પણ પાકિસ્તાન તેની નાપાક હરકત થી બાઝ ના આવતા આ બધો માલ વાયા અફઘાનિસ્તાન, ઈરાન તેમજ સંયુંક્ત આરબ અમીરાતના રસ્તે ભારતમાં ઘુસેડવાનો પ્રયાસ વારંવાર કરતુ રહે છે,

પાકિસ્તાનથી માલ કન્ટેનરમાં ભરીને પહેલા ઈરાન મોકલવામાં આવે છે ને ત્યારબાદ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી દુબઇ મોકલે છે. જ્યાં તેઓ ખોટા દસ્તાવેજો આપી ને COO (સર્ટિફિકેટ ઓફ ઓરિજીન ) કઢાવી લેતા હતા . જેનો મતલબ આ કાર્ગો દુબઇ નો હોવાનું પ્રમાણિત થઇ જાય, અને પછી આ કાર્ગો ભારતમાં ઘુસાવતા હોવાનું નઝરે પડતા કસ્ટમ તેમજ NCTC (નેશનલ કસ્ટમ ટાર્ગેટીંગ સેંટર) આવા કાર્ગો પર ચાંપતી નઝર રાખવા લાગી હતી, જેના કારણે પાકિસ્તાન થી આવતા પિન્ક સોલ્ટ, શિપ વૂલ તેમજ ખારેક નો મોટો જથ્થો છેલ્લા 4 મહિનામાં પકડી પડ્યો હતો.

તદ્ ઉપરાંત પાકિસ્તાન થી વાયા દુબઇ થઈને આવેલા ભંગારના કન્ટેનરોમાં પાકિસ્તાની આર્મીના સામગ્રીનો ભંગાર પણ ઝડપી પડ્યો હતો, પાકિસ્તાનથી ગેરકાયદે ભારતમાં ઘુસાડવામાં આવતા કાર્ગો પર કસ્ટમ વિભાગ ની લાલ આંખ થતા દાણચોરો માં ફફડાટ ફેલાઈ ગયો છે.