Bollywood/ હોસ્પિટલમાંથી આલિયાને મળી રજા, નાની પરી સાથે પહોંચી ઘરે, જુઓ પહેલી ઝલક

કપૂર પરિવારની લિટલ એન્જલને જોઈ નથી. પરંતુ આલિયા ભટ્ટની ડિલિવરી બાદ ચાહકોને તેની પહેલી ઝલક જોવા મળી છે. કારના અરીસામાંથી બહાર દેખાતી આલિયાની તસવીર પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

Trending Entertainment
નાની પરી

ન્યૂલી મોમ આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રણબીર અને આલિયા તેમની નાની પરી સાથે તેમના ઘરે પહોંચી ગયા છે. લિટલ એન્જલના સ્વાગત માટે કપૂર પરિવારમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આ ક્ષણ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે.

દીકરી સાથે ઘરે પહોંચ્યા આલિયા-રણબીર

રણબીર અને આલિયાની કાર હોસ્પિટલથી બહાર નીકળતી વખતે તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કાળા રંગની રેન્જ રોવર કારમાં, રણબીર અને આલિયા તેની નાની પરી સાથે હોસ્પિટલથી નીકળી ગયા છે. આલિયા અને તેની નાની પરીની પ્રથમ ઝલક મેળવવા માટે બેચેન ચાહકો હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. કપૂર પરિવારની લિટલ પ્રિન્સેસ કેવી દેખાય છે તે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે.

whatsapp image 2022 11 10 at 9.10.05 am 1 હોસ્પિટલમાંથી આલિયાને મળી રજા, નાની પરી સાથે પહોંચી ઘરે, જુઓ પહેલી ઝલક

ડિલિવરી પછી આલિયાની પહેલી ઝલક

ચાહકોએ હજુ સુધી કપૂર પરિવારની લિટલ એન્જલને જોઈ નથી. પરંતુ આલિયા ભટ્ટની ડિલિવરી બાદ ચાહકોને તેની પહેલી ઝલક જોવા મળી છે. કારના અરીસામાંથી બહાર દેખાતી આલિયાની તસવીર પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આલિયા બ્લેક આઉટફિટમાં નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. આલિયાના ચહેરા પર માતા બનવાની ખુશી અને આરામ સ્પષ્ટ દેખાઈ આવે છે. આલિયા અને રણબીર તેમની દીકરી સાથે તેમના ઘરે પહોંચી ગયા છે.

whatsapp image 2022 11 10 at 9.29.25 am હોસ્પિટલમાંથી આલિયાને મળી રજા, નાની પરી સાથે પહોંચી ઘરે, જુઓ પહેલી ઝલક

આલિયા ભટ્ટે 6 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. માતા-પિતા બન્યા બાદ આલિયા અને રણબીરની ખુશીનો કોઈ પાર નથી. સમગ્ર કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ છે. ઘરમાં નાનકડી પરીના આગમનથી દરેકના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. હવે કપૂર પરિવારે પણ લિટલ પ્રિન્સેસના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરી છે.

whatsapp image 2022 11 10 at 11.18.24 am હોસ્પિટલમાંથી આલિયાને મળી રજા, નાની પરી સાથે પહોંચી ઘરે, જુઓ પહેલી ઝલક

આ તસવીરમાં રણબીર તની દીકરીને પ્રેમથી હાથમાં પકડેલો જોવા મળે છે. રણબીરની તેની પુત્રી સાથેની આ તસવીર પર ચાહકો પણ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે.

whatsapp image 2022 11 10 at 9.53.42 am હોસ્પિટલમાંથી આલિયાને મળી રજા, નાની પરી સાથે પહોંચી ઘરે, જુઓ પહેલી ઝલક

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ હવે પેરેન્ટ ક્લબમાં જોડાઈ ગયા છે. દીકરીના જન્મે બંનેના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. માતા અને પિતા બનીને બંને ખૂબ જ ખાસ અનુભવી રહ્યાં છે. એવા અહેવાલો હતા કે આલિયા અને રણબીર બંને પહેલી વાર પોતાની દીકરીને પોતાની બાહોમાં લેતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. બંનેની આંખમાં ખુશીના આંસુ હતા.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એપ્રિલમાં ઘનિષ્ઠ લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીરના લગ્ન કોઈ ડ્રીમ વેડિંગથી ઓછા નહોતા. લગ્નના થોડા સમય બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. હવે આલિયા અને રણબીરના ઘરે લિટલ એન્જલના આગમનથી તેમના તમામ ચાહકો ખુશીની ઉજવણી કરી રહ્યા છે. હવે જોઈએ આ કપલની દીકરીની પહેલી ઝલક ક્યારે જોવા મળે છે.

આ પણ વાંચો:ભાજપે પૂર્વ IPS પીસી બરંડાને ભિલોડાથી ટિકિટ ફાળવી

આ પણ વાંચો:ગુજરાતમાં મતદાનના અઠવાડિયામાં જ સૌથી વધુ લગ્નો, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, તો 2 અને 4 ડિસેમ્બરે સૌથી વધુ લગ્નો

આ પણ વાંચો:ભાજપે જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાંથી 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ