જેક મા-પ્રોફેસર/ અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા હવે જાપાનમાં નોકરી કરશે

જેક મા ચીન છોડીને જાપાનમાં સ્થાયી થયા છે, જ્યાં તેઓ નવી નોકરીમાં જોડાયા છે. જેક મા ટોક્યો કોલેજમાં ગેસ્ટ લેક્ચરર હશે, જે ટોક્યોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની સંશોધન સંસ્થા છે.

Top Stories World
Jack Ma Professor અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા હવે જાપાનમાં નોકરી કરશે

ચીનની સરકાર સામે સંઘર્ષમાં ઉતરવાના પગલે વિપરીત સ્થિતિનો Jack Ma-Professor સામનો કરી રહેલા દિગ્ગજ ઉદ્યોગપતિ અને ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા ઘણા વર્ષોથી ગાયબ થયા બાદ હવે સામે આવ્યા છે. જેક મા ચીન છોડીને જાપાનમાં સ્થાયી થયા છે, જ્યાં તેઓ નવી નોકરીમાં જોડાયા છે. જેક મા ટોક્યો કોલેજમાં ગેસ્ટ લેક્ચરર હશે, જે ટોક્યોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની સંશોધન સંસ્થા છે.

સોમવારે આ માહિતી આપતા યુનિવર્સિટીએ કહ્યું કે Jack Ma-Professor જેક મા ટકાઉ કૃષિ અને ખાદ્ય ઉત્પાદનમાં સંશોધન કરશે. મા એક પરોપકારી સંસ્થા જેક મા ફાઉન્ડેશનના વડા પણ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે “ઉદ્યોગ સાહસિકતા, કોર્પોરેટ મેનેજમેન્ટ અને નવીનતા અંગેનો તેમનો સમૃદ્ધ અનુભવ અને અગ્રણી જ્ઞાન” શેર કરશે.

યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તેમની નિમણૂક સોમવારે શરૂ થઈ હતી Jack Ma-Professor અને ઓક્ટોબરના અંત સુધી ચાલશે. જેક માએ 1990ના દાયકામાં ઈ-કોમર્સ ફર્મ અલીબાબાની સ્થાપના કરી હતી અને તે એક સમયે ચીનના સૌથી ધનિક વ્યક્તિ હતા. ચાઇનીઝ રેગ્યુલેટર્સે 2020માં અલીબાબા ગ્રૂપના નાણાકીય સંલગ્ન એન્ટ ગ્રૂપ દ્વારા IPO માટેની યોજનાને અવરોધિત કરી હતી. આ સિવાય અલીબાબાને પણ સ્કેનર હેઠળ લાવવામાં આવ્યો હતો. શાંઘાઈમાં ભાષણ દરમિયાન તેમણે ચીનના નિયમનકારો અને નાણાકીય વ્યવસ્થાની ટીકા કર્યા પછી આ બન્યું.

આમ કોઈપણ દેશમાં સરકારી ટીકા કરનારા નાગરિકો હોય, વિપક્ષ હોય કેJack Ma-Professor ઉદ્યોગપતિ હોય તેણે તેની સ્થિતિ કેવી થાય તે જેક માના ઉદાહરણ પરથી સમજી લેવું જોઈએ. કમસેકમ જાહેર જીવનમાં ઝંપલાવનારી વ્યક્તિ માટે તો આ પ્રકારની ટીકા ઘણા અલગ પરિણામ નોતરી લાવે છે.

આ પણ વાંચોઃ Politics/ કોંગ્રેસની મોદીને 92મી ગાળ, મલ્લિકાર્જુન ખડગે બાદ પુત્ર પ્રિયંકે પીએમને કહ્યા’અપશબ્દો’

આ પણ વાંચોઃ ‘કેરળ સ્ટોરી’ વિવાદ/ ‘કેરળ સ્ટોરી’ ફિલ્મ શું છે અને જાણો તેનો વિવાદ

આ પણ વાંચોઃ ફર્સ્ટ રિપબ્લિક બેન્ક-જેપી મોર્ગન/ US રેગ્યુલેટર્સે ફર્સ્ટ રિપબ્લિક બેન્ક કબ્જે કરી, જેપી મોર્ગન તેને હસ્તગત કરશે