Health News: છેલ્લા કેટલાક વર્ષથી હાર્ટએટેકની Heart Attack સાથે બ્રેઈનસ્ટ્રોકના Brain stroke કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સ્ટોકના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે.
દર્દીને વહેલી સારવાર આપવી જરૂરી
હવે 40થી ઓછી વયના યુવાનોમાં બ્રેઈન સ્ટ્રોકના પ્રમાણમાં બમણો વધારો થયો છે.
લક્ષણો
બોલવામાં સમસ્યા
મોંઢું વાંકુ થઈ જવું
શરીરમાં લકવા જેવ લક્ષણો દેખાવા
દ્રષ્ટિ ઓછી થવી
હાથ-પગમાં નબળાઈ આવવી
એઈમ્સના અહેવાલ પ્રમાણે ભારતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું સ્ટ્રોકથી મૃત્યુ થાય છે. દર વર્ષે અંદાજે 2 લાખથી વધુ લોકો તેનો ભોગ બને છે. ભારતમાં હવે નાની વયના લોકોને બ્રેઈનસ્ટ્રોક થવા લાગે છે. યુવાનોમાં પણ સ્ટ્રોકનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. હજુય કેટલાક લોકોમાં જાણકારીનો અભાવ જોવા મળે છે. જો દર્દીને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો તેના સ્વાસ્થ્ય સારા થવાની સંભાવના વધી જાય છે.
