Not Set/ ચંડીગઢનાં એલાંતે મોલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મોટી સંખ્યામાં લોકો બહાર દોડી આવ્યા

સ્વતંત્રતા દિવસ પૂર્વે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. તે દરમિયાન ચંદીગઢનાં પ્રખ્યાત એલાંતે મોલમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો હતો. મોલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. સ્નિફર કૂતરાઓની સાથે મોલનાં દરેક જગ્યાની સંપૂર્ણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે આ સમાચાર પાછળથી ખોટા હોવાનું બહાર આવ્યું અને મોલ ફરી ખોલવામાં […]

India
pjimage 86 ચંડીગઢનાં એલાંતે મોલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મોટી સંખ્યામાં લોકો બહાર દોડી આવ્યા

સ્વતંત્રતા દિવસ પૂર્વે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. તે દરમિયાન ચંદીગઢનાં પ્રખ્યાત એલાંતે મોલમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો હતો. મોલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. સ્નિફર કૂતરાઓની સાથે મોલનાં દરેક જગ્યાની સંપૂર્ણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે આ સમાચાર પાછળથી ખોટા હોવાનું બહાર આવ્યું અને મોલ ફરી ખોલવામાં આવ્યો. ઇદની રજા હોવાને કારણે સવારથી મોલમાં ખૂબ જ ભીડ હતી, લોકો પરિવાર સાથે ફરવા માટે આવતા હતા.

બોમ્બનાં સમાચાર અચાનક પ્રસારિત થયા બાદ અફરા-તફરીનું વાતાવરણ થઇ ગયુ હતું. એલાંતે મોલ ઉત્તર ભારતનો બીજો સૌથી મોટો શોપિંગ મોલ છે. તાત્કાલિક ભીડને દૂર કરી સમગ્ર મોલને ખાલી કરાવાયો હતો. કેટલાક લોકોએ વિચાર્યું કે તે મોકડ્રીલ છે, પરંતુ બોમ્બ હોવાના સમાચાર મળતાની સાથે જ લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા. પોલીસે મોલ ખાલી કરી આસપાસનો વિસ્તાર કબજે કર્યો હતો.

મોલનાં પાર્કિંગમાં વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. ચંદીગઢ પોલીસ હવે બોમ્બની જાણ કરનાર વ્યક્તિની શોધ કરી રહી છે. સાવચેતીનાં પગલે ચંદીગઢનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક નીલાંબરી જગદલેએ મોલની આસપાસનો વિસ્તાર સીલ કરાવી દીધો હતો. અહેવાલો અનુસાર બોમ્બની માહિતી માટેનો કોલ્સ ઇન્ટરનેટ કોલ્સ દ્વારા આવ્યો હતો. બોમ્બની ધમકી બાદ મોલની બહાર લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ છે કે લોકો મોટી સંખ્યામાં ઝડપથી બહાર નિકળી રહ્યા છે.

એલાંતે મોલ પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં બીજો સૌથી મોટો મોલ છે અને ઉત્તર ભારતનો બીજો સૌથી મોટો મોલ છે. આ મોલ પ્રખ્યાત લાર્સન અને ટુબ્રો ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યો છે. 1.15 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલો આ મોલમાં જાણીતી દેશી અને વિદેશી બ્રાન્ડનાં શોરૂમ છે. આ મોલ એક શાનદાર રીતે બનાવવામાં આવ્યો છે. આ મોલનું પાર્કિંગ એટલું મોટું છે કે એક સમયે તેના પાર્કિંગમાં 5 હજારથી વધુ વાહનો પાર્ક કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.